________________
૧૪૫
મેળવી લઈએ.
સમગ્ર વિશ્વના મુખ્ય બે ભાગ પડેલા છે. (૧) પૂર્વીય સંસ્કૃતિ અને (૨) પાશ્ચાત્ય સંસ્કૃતિ. પાશ્ચાત્ય દેશોની માન્યતા છે કે આપણે પૂર્વે કરેલા પાપથી પીડા અનુભવીએ છીએ. આદમ અને ઈવે ફળ ખાધું હતું અને તેથી થયેલા પાપને કારણે આજે પણ આપણે દુ:ખી છીએ. તેથી તેવા પાપકર્મોને દૂર કરવા પુણ્યકર્મો કરવાં જોઈએ. પુણ્યકર્મ અને પ્રવૃત્તિમાં કાર્યરત રહેલા તેઓએ ચંચળતાને વધારી છે અને જીવનની શાંતિને ખોઈ નાંખી છે. પુણ્યની પ્રવૃત્તિ, જેવી કે દાન, સેવા કરવી, અસ્પતાલો બંધાવવી, શાળાઓ ખોલવી વગેરે જેવા કાર્યો કરવા માટે ધનની આવશ્યકતા રહેલી છે. તેથી પુણ્યકર્મ માટે ધન ભેગું કરવાં તેઓએ અનીતિનો માર્ગ આચરવો શરૂ કયો. અર્થાત્ અન્યને દુઃખી કરી, તેમના ગળા રહેંસી ધન પ્રાપ્ત કરી અને તે ધનને, પુણ્યકર્મ ક૨ી અન્યની સેવાર્થે વા૫૨વાનું વિચાર્યું. અર્થાત્ વાસ્તવમાં તો પાપને કાપવા પુણ્ય પ્રવૃત્તિ આદરી. પરંતુ પુણ્યની પ્રાપ્તિ માટે વળી પાછો પાપકર્મનો આશરો જાણે-અજાણે જ લેવાઈ જતો હોય છે અને આવા વિષચક્રનો અંત આવતો નથી. તેમ છતાં પાપમાંથી મુક્ત થવા પુણ્ય કર્મો કરવા તેઓએ સેવાનો માર્ગ અપનાવ્યો. સેવાકાર્ય કરવામાં કર્તાભાવ રહેલો હોય છે. સેવાની પ્રવૃત્તિ થતાં સમાજમાં તેઓ પ્રતિષ્ઠા પામે છે. પરંતુ આમ થતાં તેમનો અહંકાર જ પોષાતો હોય છે. દુઃખમુક્તિ માટે પાપોને દૂર કરવા અનિવાર્ય છે તથા પાપમાંથી મુક્ત થવા સેવાની પ્રવૃત્તિ કરનારી પાશ્ચાત્ય સંસ્કૃતિ 'ACTION ORIENTED' કહેવાઈ. આવી કર્મપ્રધાન વિચારસરણી ધરાવનાર પાશ્ચાત્ય સંસ્કૃતિ મૂળમાં તો યહુદી ધર્મને અનુસરનારી છે. વાસ્તવમાં જોવા જઈએ તો આખા જગતના મુખ્ય બે જ ધર્મો છે. એક હિંદુ અને બીજો યહુદી. યહુદી ધર્મના મુખ્ય બે ફાંટા પડયા. તેમાં એક છે ઇસ્લામ અને બીજો ખ્રિસ્તી. ત્યારબાદ તેમાંથી શિયા, સુન્ની, કેથૉલિક, પ્રોટેસ્ટન્ટ વગેરે અનેક ફાંટાઓ પડયા. આ યહુદી ધર્મ અને તેના વિભાગો પશ્ચિમના દેશોમાં પ્રચાર પામ્યા, પ્રસાર પામ્યા. જ્યારે પૂર્વના દેશોમાં વૈદિક ધર્મનો ફેલાવો થયો. આ વૈદિક ધર્મમાં પણ કાળક્રમે બુદ્ધ, જૈન, શીખ, વગેરે જેવા ધર્મો પ્રચલિત થયા.