________________
૧૨૭
જીવનનાં સ્વામી! હું સંસારસાગરમાં ડૂબકાં ખાઉં છું. ભવવ્યાધિમાં તપ્ત મારો આપ ઉદ્ધાર કરો. હે શિષ્યવત્સલ, મુક્તિપ્રદાતા ગુરો! આપના શરણે આવેલા એવા મને આપની જ્ઞાનરૂપી, સરળ છતાં કટાક્ષદષ્ટિથી મુક્તિ પ્રદાન કરો. મારા અનાદિ અજ્ઞાનનું નિવારણ કરો. મને શ્રેયની પ્રાપ્તિ કરાવી મુક્તિના પંથે પ્રયાણ કરવા પ્રેરણા આપી જન્મોજન્મનાં દુઃખમાંથી છોડાવો. શોકસાગરમાં ડૂબેલાં એવા મને કરુણા દાખવી ઉગારો.”
ગુરુ પાસે જઈ, નતમસ્તક પ્રણામ કરી સાચા શિષ્ય લૌકિક નહીં પરંતુ અલૌકિકની પ્રાપ્તિ માટે માર્ગદર્શન મેળવવું જોઈએ. જે વ્યક્તિ પોતાના ઉદ્ધાર માટે કે આત્મકલ્યાણ માટે ગુરુની શરણાગતિ સ્વીકારે છે તે જ સાચો મુમુક્ષુ છે. ગુરુ પાસે જઈ પ્રણામ તો થાય, પરંતુ જો અહંકાર ન મૂકે તથા ગુરુ પ્રત્યે શ્રદ્ધા કે પ્રેમ ન પ્રગટે તો પણ ગુરુનું સાંનિધ્ય નિષ્ફળ નીવડે છે. આથી ગુરુચરણમાં શરણ શોધનાર તમામ મુમુક્ષુએ અહંકાર ઝુકાવી, શ્રદ્ધાપૂર્ણ થઈ, આત્મકલ્યાણના માર્ગે પ્રયાણ કરવાનો ઉપાય જ શોધવો જોઈએ. સાચા જીજ્ઞાસુની આંતરિક સ્થિતિ કેવી હોય છે તથા શરણાગતિ એટલે શું તેને વધુ સ્પષ્ટ કરતાં હવે પછીના શ્લોકમાં શંકરાચાર્યજી કહે છે.
| (છંદ-ઉપજાતિ) दुर्वारसंसारदवाग्नितप्तं दोधूयमानं दूरदृष्टवातैः । भीतं प्रपन्नं परिपाहि मृत्योः शरण्यमन्यं यदहं न जाने ॥३८॥ ઉર્વાર-સંસાર- = અટકાવી ન શકાય મૃત્યોઃ = મૃત્યુમાંથી
એવા સંસારરૂપ પરિપાદિ = બચાવો. હવાનિતમ્ = દાવાનળથી તપેલાં, યત્ન = કારણ કે સૂરદૃષ્ટવાર્તઃ = દુર્ભાગ્યરૂપી પવનની મરમ્ વોડ્યૂયમાનમ્ = આંધીથી કંપતા, વચમ્ = અન્યને મીતમ્ = ભય પામેલા શરખ્યમ્ = શરણ યોગ્ય પ્રપન્નમ્ = શરણે આવેલા (મને) ન ખાને = જાણતો નથી.