________________
૯૮
આશ્રય લઈને પણ શાસ્ત્રના રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરતાં હોય છે. આમ, પોતે જે પદને પામી ચૂક્યા હોય છે તે પદની પ્રાપ્તિ શિષ્યને કરાવવાના ઉદ્દેશથી ગુરુ, શ્રુતિ, સ્મૃતિ જેવા શાસ્ત્રોનો સહારો લઈ યુક્તિ અને અનુભવસિદ્ધ જ્ઞાન પ્રદાન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. તેથી જ ગુરુમાં શ્રદ્વા રાખવી અનિવાર્ય છે. આ સંદર્ભે શ્રીકૃષ્ણ પરમાત્મા પણ જણાવે છે કે, ‘શ્રદ્ધાવાıમતે જ્ઞાનમ્” (ભ.ગીતા અ.૪-૩૯)
((
શ્રદ્ધાવાન (પુરુષ) જ્ઞાન પ્રાપ્ત કરે છે.’’ પરંતુ જે શ્રદ્ધાવિહીન છે, સંશયગ્રસ્ત છે, સંદેહયુક્ત છે તેવા કલ્યાણમાર્ગથી ભ્રષ્ટ થયેલાઓ માટે ભગવાને એમ પણ કહ્યું છે કે, ‘‘સંશયાત્મા વિનશ્યતિ’’ (ભ.ગીતા અ-૪-૪૦) ‘‘સંશયયુક્ત (વ્યક્તિ) વિનાશ પામે છે.’’અજ્ઞાનરૂપી અંધકારમાં ઘેરાયેલાં હોવાથી આપણે આપણા સ્વરૂપને અર્થાત્ અંતરાત્માને જાણતા નથી. આવા સ્વયંના સત સ્વરૂપથી અજાણ આપણે પોતાને જીવાત્મા માની બંધનનો અનુભવ કરીએ છીએ. અવિદ્યામાં ઘેરાયેલા હોવાથી જ આપણે દૃશ્ય, જડ અને સાકાર શ૨ી૨ને પોતાની જાત માનીએ છીએ. જ્યાં સુધી અજ્ઞાનરૂપી અંધકારને જ્ઞાનરૂપી દીપક દ્વારા દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી ભ્રાંતિમાં જીવનારા આપણે દેહથી મુક્ત હોવા છતાં દેહતાદામ્ય અનુભવી શરીરના સુખ કે દુઃખને પોતાના માની જીવનભર સુખી અને દુ:ખી થતાં રહીશું. તેથી દુઃખને નિર્મૂળ કરવા તથા શાશ્વત સુખને ઉપલબ્ધ કરવા સ્વયંના આત્મસ્વરૂપનું અજ્ઞાન દૂર કરવું અનિવાર્ય છે. અજ્ઞાનને દૂર ક૨વા માટે શાસ્ત્ર અધ્યયન દ્વારા જ્ઞાનનો દીપક પ્રગટાવવો જરૂરી છે. પરંતુ જેમ દીપકને પ્રજવલિત કરવા તેલ આવશ્યક હોય છે તેમ જ્ઞાનરૂપી દીપકને પ્રગટાવવા શ્રદ્ધારૂપી તેલ હોવું અનિવાર્ય છે. સ્વસ્વરૂપના સાક્ષાત્કાર માટે ગુરુ અને શાસ્ત્રોના વચનો ઉપર વિશ્વાસ રાખી તેના ઉપર ચિંતન, મનન કરવું જરૂરી છે. આમ, સાક્ષાત્કારની દિશામાં પ્રયાણ કરવા શ્રદ્ધા ખૂબ જ મહત્ત્વની છે. શાસ્ત્ર અને ગુરુવચનોમાં રાખેલી શ્રદ્ધા જ આપણને શ્રદ્ધેય પરમાત્માની પ્રાપ્તિ કરાવી શકે તેમ છે.
(L