________________
૯૭
શાસ્ત્રનો અભ્યાસ નહીં હોય ત્યાં સુધી જન્મ-મૃત્યુ કે પછી સુખ અને દુઃખની આંધીમાં ઝોલા ખાતાં જીવનમાંથી મુક્તિનો ઉપાય જડી શકે તેમ નથી. સંસારબંધનથી છૂટકારો પ્રાપ્ત કરવો હોય તો ગુરુની મદદ લઈ શાસ્ત્રને સમજવાનો પ્રયત્ન કરવો પડશે અને ગુરુ તેમજ શાસ્ત્રમાં અવિચળ શ્રદ્ધા રાખી તેઓએ ચીંધેલા રાહ ઉપર પ્રયાણ કરવું પડશે.
શાસ્ત્ર અતિ વિશાળ અને ગહન છે. ઘણાં બધાં વૈજ્ઞાનિકોનું નિરીક્ષણ, પ્રયોગ અને ચકાસણીના આધારે તારવેલો નિચોડ એટલે જ વિજ્ઞાન. તેવી રીતે અનેક ઋષિમુનિઓનો શ્રુતિસંમત, તર્કયુક્ત, યુક્તિપૂર્વકનો સ્વાનુભવનો નિષ્કર્ષ એટલે જ શાસ્ત્ર. શાસ્ત્ર અપૌરુષેય છે. તેમાં ઉપદેશાયેલ તત્ત્વ દેશ, કાળની મર્યાદાથી મુક્ત છે. મન, વાણી અને બુદ્ધિની ક્ષિતિજોની પેલે પાર છે. તેથી જ કોઈ પણ વ્યક્તિના માર્ગદર્શન વિના સ્વ-અધ્યયન વડે તેના ગૂઢાર્થને જાણી શકાય તેમ નથી. આવા શાસ્ત્રના રહસ્યને પામવા તો શાસ્ત્રના જ્ઞાતા તેમજ શાસ્ત્રમાં વર્ણવાયેલ તત્ત્વને જેમણે આત્મસાત્ કર્યું હોય તેવા ગુરુ પાસે જવું પડે. માટે ઉપનિષદ પણ આવી વિચારણાને સંમતિ આપતાં જણાવે છે કે, ‘આવાર્યવાપુરુષો વેવ’(છાંદોગ્યશ્રુતિ-૬/૧૪/૨) આમ, ઇન્દ્રિય અગોચર, મન-બુદ્ધિથી અગમ્ય એવા અપ્રમેય વિષયનું જ્ઞાન પ્રાપ્ત ક૨વા માટે કોઈ માર્ગદર્શક ગુરુની સમીપ જવું અનિવાર્ય છે. જો આમ જ હોય તો પણ ગુરુમાં શ્રદ્ધા રાખવી આવશ્યક છે. શાસ્ત્રમાં વર્ણવાયેલ પરમતત્ત્વ પ્રત્યક્ષ નથી અર્થાત્ પાંચ જ્ઞાનેન્દ્રિય દ્વારા જાણી શકાય તેમ નથી. તે જ પ્રમાણે તે ૫૨માત્મા મન, બુદ્ધિથી પણ અગમ્ય છે, અકલ્પ્ય છે, અજ્ઞેય છે તેથી પરોક્ષજ્ઞાનનો વિષય પણ નથી.માટે જ પરમાત્માને જાણવાનું એક જ પ્રમાણ છે અને તે છે ‘શબ્દપ્રમાણ’ અર્થાત્ શાસ્ત્ર. માત્ર શાસ્ત્ર પ્રમાણ દ્વારા જ ગુરુ પાસેથી જાણી શકાય તેમ હોવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિને પંથે નીકળી ચૂકેલા જીજ્ઞાસુએ ગુરુ અને શાસ્ત્રમાં શ્રદ્ધા રાખવી અનિવાર્ય છે.શિષ્ય જો સત્યને સમજવા સમર્થ ન હોય તો ગુરુ તેને તર્ક દ્વારા કે યુક્તિ દ્વારા પણ સમજાવવાનો પ્રયત્ન કરે છે અને કેટલીકવાર પોતાની સ્વાનુભૂતિનો