________________
૩૬
વંદનીય હૃદયસ્પર્શ એવો સંભવ ન હતો. તેમનું ચિત્તતંત્ર પણ અત્યંત સૂક્ષ્મ આંદોલન ઝીલી સમજી શકે તેવું સ્વચ્છ, શાંત, નિર્મળ અને સુકુમાર હતું. એટલે ચિત્તાવેગને કારણે થતા કોઈ રોગનો તેમને ભય નહોતો. તેઓ કોઈ વખત કહેતા, “હું જઈશ તો પેટની બીમારીને કારણે જઈશ.”
૧૯૮૨ના ૧૧મી માર્ચના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તેમની ૮૧મી વર્ષગાંઠ સંઘના પરમાનંદ કાપડિયા હોલમાં ઊજવવામાં આવી હતી. તે દિવસે સાંજે કાર્યક્રમ પછી સાથે ઘરે પાછા ફરતાં એમણે મને કહ્યું, “હું બહારથી જેટલો સ્વસ્થ દેખાઉં છું તેટલો અંદરથી સ્વસ્થ નથી. આઈ ફીલ અ લમ્પ ઇન માય સ્ટમક. હું હવે બહુ લાંબુ જીવવાનો નથી. મારો અંતકાળ નજીક આવી રહ્યો છે.”
એમના જેવી વ્યક્તિ સ્વસ્થતાપૂર્વક પોતાના વિશે આવી વાત કરે તો તે માનવી રહી, પરંતુ તેઓ સવારથી સાંજ સુધી ઘરે અને ઑફિસે જે રીતે કામ કરતા તે જોતાં તથા બોલવામાં, લખવામાં, વિચારવામાં, યાદ રાખવામાં, ટટ્ટાર ચાલવામાં તેઓ જે સ્કૂર્તિ દાખવતા તે જોતાં તેમની શક્તિ ક્ષીણ થતી જાય છે તેવું જરા પણ લાગે નહિ.
છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ મુંબઈ બહાર બહુ ઓછું જતા, પરંતુ મુંબઈમાં અનેક સભાઓમાં તેઓ સમયસર પહોંચી જતા અને પોતાનું સચોટ વક્તવ્ય રજૂ કરતા. તેમની સ્મરણશક્તિ તીવ્ર હતી અને અનેક વ્યક્તિઓ વિશે, ગ્રંથો વિશે, સોલિસિટર તરીકેના પોતાના વ્યવસાયની બાબતો વિશે ઘણીબધી વાતો સ્મૃતિને આધારે તરત કહી શકતા. તેઓ પોતાનાં રોકાણો માટે કોઈ નોંધ રાખતા નહિ; પરંતુ ચાર-છ મહિના સુધીમાં પોતાનાં રોકાણોની તારીખો તેમને સહજ રીતે યાદ રહેતી. એવું ક્યારેય સાંભળ્યું નથી કે ચીમનભાઈએ સ્મૃતિદોષને કારણે એક જ દિવસે અને સમયે બે રોકાણો સ્વીકારી લીધાં હોય, અથવા કોઈ સ્થળે જવાનું ભૂલી ગયા હોય. જીવનના અંતિમ સમય સુધી એમની સ્મૃતિશક્તિને કશી જ અસર પહોંચી નહોતી.
એક દિવસ રાત્રે હું એમને ઘરે મળવા ગયો હતો, પરંતુ તેઓ રોજની જેમ સોફા પર બેસી વાંચતા નહોતા, પથારીમાં સૂઈ ગયા હતા. મેં પૂછયું તો કહ્યું, “પેટમાં બહુ જ દુઃખે છે. કશું ખવાયું નથી. ઊલટી થાય એવું થયા કરે છે. ડૉક્ટરને બોલાવ્યા છે. આજે સાંજે એક કાર્યક્રમમાં મનની પૂરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org