________________
૪૦૬
વંદનીય હૃદયસ્પર્શ
છે. આ બધાં કાવ્યોમાં મુક્તકો છે, અંજલિ-કાવ્યો પણ છે. સ્વ. રસિકલાલ પરીખે પ્રસ્તાવનામાં નોંધ્યું છે તેમ ‘કવિ જુવાન છે, પણ ‘કાવ્યલહરી’માં યૌવનને સુલભ અને ગુજરાતી કવિતાને મલકાવી દેતી સ્ત્રીપુરુષના પ્રેમની કવિતા નથી. આ કવિનો સ્થાયીભાવ પરમાત્મરતિનો છે. એક પક્ષે સાધુસંતોના વહેણમાં તો બીજે પક્ષે ગાંધીયાન દ્વારા તે મૂર્ત થાય છે.’
ઉત્તરાવસ્થામાં તનસુખભાઈનાં બે નાનાં પુસ્તકો પ્રગટ થયાં હતાં. ૧૯૭૭માં ‘અતીતના અનુસંધાનમાં' પ્રકાશિત થયેલું. એમાં સુંદર રેખાચિત્રો છે. ૧૯૮૧માં આશ્રમમાં પોતે રહેલા એ સમયનાં સંસ્મરણો છે. ત્યાર પછી ‘દાંડીયાત્રા’ ખંડકાવ્ય અને ગાંધીજીના જીવન વિશે મહાકાવ્ય ‘મહાત્માયન' પ્રગટ થયું હતું. આ મહાકાવ્યની જેટલી નોંધ ગુજરાતમાં લેવાવી જોઈએ તેટલી લેવાઈ નથી.
સમાજસેવા એ તનસુખભાઈની એક મનગમતી પ્રવૃત્તિ હતી. અમદાવાદમાં હતા ત્યારે તેઓ સમાજસેવાના કાર્યમાં ઘણા સક્રિય રહેતા. તેમણે અમદાવાદની ‘જ્યોતિસંઘ’ નામની સંસ્થામાં ગુલઝારીલાલ નંદા સાથે કેટલોક વખત કામ કર્યું હતું. (મુંબઈ આવ્યા પછી તેઓ કૅન્સર માટેની એક સામાજિક સંસ્થામાં પોતાનો સમય આપતા.)
તનસુખભાઈનું નામ મેં સૌથી પહેલું સાંભળ્યું હતું ૧૯૪૪માં, મેટ્રિક પાસ કરીને હું કૉલેજમાં દાખલ થયો ત્યારે મુંબઈ ભણવા આવેલા અમદાવાદની સુપ્રસિદ્ધ શાળા સી. એન. વિદ્યાવિહારના કેટલાક સહાધ્યાયી મિત્રો પોતાના શિક્ષક તનસુખભાઈ ભટ્ટની બહુ પ્રશંસા કરતા. ત્યારે યુવાન તનસુખભાઈ વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. તેઓ ઘણા વિદ્યાર્થીઓને નામથી ઓળખતા અને શાળા છોડી જાય તે પછી પણ તેઓની સાથે પત્રવ્યવહારથી સંપર્ક રાખતા. એ જમાનામાં અમદાવાદના શિક્ષકોમાં તનસુખભાઈનું નામ મોટું હતું. સી.એન.માં ભણાવતાં જ એમણે એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી અને તેજસ્વી શિક્ષક હતા.
ત્યાર પછી મારે તનસુખભાઈનો અંગત સંપર્ક થયો ૧૯૪૯-૫૦માં. ત્યારે હું એમ.એ.માં અભ્યાસ ગુજરાતી વિષય લઈને કરતો હતો. તેઓ અમદાવાદ છોડી મુંબઈની સિદ્ધાર્થ કૉલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. તેઓ એમ.એ.ના અમારા વર્ગ પણ લેતા. ત્યારે સિદ્ધાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org