________________
૪૧૬
વંદનીય હૃદયસ્પર્શ રાષ્ટ્રોત્કર્ષે નિજ વપુ ઘસી દૂર અંધારખંડે; રંકો કેરા સ્વજન બનીને, એકાદ કો મહાત્મા. ગૌરાંગોનો ગરવ હરીને દિવ્ય શત્રે અમોઘ,
આર્યાવર્ત નિજ જનમની ભોમકામાં પધાર્યા. દાંડીયાત્રા દરમિયાન એક સ્થળે નદીના પટમાં ઘૂંટણ સુધીના કાદવમાં ચાલવાનું આવ્યું અને બધાંએ બાપુને ઊંચકીને આગળ ચાલવાનું સૂચન કર્યું તે પ્રસંગનું વર્ણન કરતાં કવિ લખે છે :
ત્યારે બાપુ ખડખડ હસ્યા, “વાત શી બાળ જેવી, પાયે મારા બળ બહુ હજુ” એમ બોલી વધે છે. ને વૃદ્ધાંગો પ્રબળ વિહરે કઈમે જાનમગ્ન,
અન્યત્રાસે નિજ સુખ લહે કેમ કો દી મહાત્મા? ધારાસણાના સમુદ્રકિનારે બાપુએ વાંકા વળી ચપટી મીઠું લીધું એ પ્રસંગ વર્ણવતાં કવિ કેવી સરસ કલ્પના કરે છે ! :
કીધું હૈયે પ્રભુસ્મરણ ને મેદની હર્ષઘોષે, બાપુ ઝૂક્યા લવણકણના શર્કરાખંડ વીણ્યાં; વીણ્યા પુંજો ક્ષિતિતલ થકી શ્રેષ્ઠ સામ્રાજ્ય લૂંટ્યું.
કિંવા લૂંટ્ય વિતતસમયે લભ્ય સ્વાતંત્ર્ય મોંઘું. આ પ્રસંગે બધાંએ જે શૌર્ય દાખવ્યું હતું તે વર્ણવતાં કવિ લખે છે :
ને એ કૂચો લવણ ઢગલે ક્ષેત્ર ધારાસણાને, ફંગોળાયાં સુભટનડાં ને હિણાયાં, પિટાયાં ખેલાયું જ્યાં પ્રતિદિન ખરું યુદ્ધ રે રોમહર્ષ,
વીરશ્રીનો પ્રથમ પરચો દાખવ્યો ગુર્જરોએ. આ ઐતિહાસિક ઘટનાને અંતે કવિ બાપુને અંજલિ અર્પતાં કહે છે :
બાપુ ! દિવ્યા તમ પગલીએ દેશની કૂચ માંડી !
બાપુ ! ન્યારી તમ છબિ અહો દાસ્યમાં દીપદાંડી ! કાવ્યલહરીનાં કાવ્યોમાં સ્વ. તનસુખભાઈની એક તત્ત્વચિંતક તરીકેની પ્રતિભા ઊપસી આવે છે. ઉ. ત. “ઝંખના' કાવ્યમાં ગિરનાર પર ચઢતાં જે સંવેદના થઈ તે વ્યક્ત કરતાં તેઓ લખે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org