________________
પ૦ સાધુચરિત સ્વ. હિંમતભાઈ બેડાવાલા
પરમ પૂજય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજીએ કેટલાકને મુનિદીક્ષા આપવા ઉપરાંત જે કેટલાક ગૃહસ્થોને ધર્મના પાકા રંગે રંગ્યા એમાં સ્વર્ગસ્થ શ્રી હિંમતલાલ વનેચંદભાઈ બેડાવાલાનું નામ પ્રથમ શ્રેણીમાં મૂકી શકાય. જો અંતરાયાદિ કર્મોએ એમને પ્રતિકૂળતા ન કરી હોત તો તેઓ અવશ્ય દીક્ષા લઈને સંયમ અને ચારિત્રના માર્ગે વિચર્યા હોત ! તો પણ હિંમતભાઈનું સદ્ભાગ્ય કેવું કે એમની તબિયત બગડી અને અંતિમ ક્ષણે અર્ધભાનમાં હતા ત્યારે એમને હાથમાં ઓઘો મળ્યો હતો. આમ થવાનું કારણ એ કે આખી જિંદગી તેઓ દીક્ષા એટલે કે ચારિત્ર ઝંખતા હતા.
સ્વ. હિંમતભાઈ બારવ્રતધારી શ્રાવક હતા.બારવ્રત પણ તેઓ બહુચુસ્ત રીતે પાળતા. આયંબીલ, એકાસણા, જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, દિક્પરિણામ વગેરેનું તેઓ બરાબર પાલન કરતા. બારવ્રતધારી શ્રાવક સાધુની લગોલગ કહેવાય. પરંતુ હિંમતભાઈતો એવા શ્રાવકથી પણ આગળ વધ્યા હતા. એક અનુભવી ભાઈ પાસે તેઓ વખતોવખત લોચ કરાવતા. તેઓ કાયમ ઉઘાડા પગે ચાલતા. તપશ્ચર્યામાં આયંબિલની વર્ધમાન તપની ઓળી ચાલતી હતી. તેઓ ૯૪મી ઓળસુધી પહોંચ્યા હતા. તેઓ રોજ ૫૦૦થી ૧૦૦૦લોગસ્સનો કાઉસગ્ગ ઊભા ઊભા કરતા. એમની ઇચ્છા દીક્ષા લેવાની હતી, પણ કુટુંબના સભ્યો તેમને દીક્ષા લેવા દેતા નહોતા. એટલે દીક્ષા ન લેવાય ત્યાં સુધી એમણે કેટલીક વિગઈનો ત્યાગ કર્યો હતો. તેઓ ઘણો સમય પ.પૂ.શ્રી પંન્યાસજી મહારાજ પાસે રહેતા અને એમના કાળધર્મપછી પ.પૂ. શ્રી કલ્યાણપૂર્ણસૂરિ સાથે રહેતા. તેઓ સાધુ થઈ શક્યા નહોતા, પણ ઘણો સમય તેઓ સાધુઓની સંગતમાં રહેતા અને બીજાને દીક્ષા લેવાની પ્રેરણા કરતા.
હિંમતભાઈ સાથેનો મારો પહેલો પરિચય તે સિદ્ધચક્રપૂજન નિમિત્તે. ૧૯૭૪માં મુંબઈમાં અમારા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ મહેતા અને આશાબહેનને ચોપાટીના દેરાસરે સિદ્ધચક્ર પૂજન ભણાવવાની ભાવના થઈ. એ માટે એક ભાઈએ શ્રી હિંમતભાઈના નામની ભલામણ કરી. અમે એમની મુંબઈમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org