Book Title: Vandaniya Hridaysparsh
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 512
________________ સાધુચરિત સ્વ. હિંમતભાઈ બેડાવાલા ૪૯૫ ધનજી સ્ટ્રીટમાં આવેલી ચંદા ખુશાલની પેઢીમાં મળવા ગયા. એમણે એ વિશે જરૂરી માહિતી આપી. પૂજન માટે પોતે કશું લેતા નથી એ પણ કહ્યું. પછી જરૂરી સામગ્રી અને બીજી સૂચનાઓનું લિસ્ટ આપ્યું. પછી છેલ્લે કહ્યું, “જુઓ, પૂજનમાં ભાગ લેનાર બધાએ કેવદેવી બનવાનું છે. એ માટે તમને જે મુગટ આપવામાં આવે તે મુગટ અને ગળામાં હાર પહેરવાં જ પડશે. અને ધોતિયું, અંતરાસન પહેરવાં પડશે. પાયજામો, પહેરણ નહિ ચાલે. આ શરત મંજૂર હોય તો જ હું આવું.” અમે એમની શરત મંજૂર રાખી અને તેમણે દેરાસરે આવીને સરસ પૂજન ભણાવ્યું. શરૂઆતમાં હિંમતભાઈ મુગટ અને હાર માટે બહુ જ આગ્રહી હતા, પણ પછી જેમ સમય જતો ગયો તેમ આગ્રહ છૂટતો ગયો. હિમતભાઈ રોજ સવારે પોતાનું અંગત સિદ્ધચક્રપૂજન સરસ ભણાવતા. તેઓ વાલકેશ્વરમાં ચંદનબાળા ઍપાર્ટમેન્ટમાં રહેતા. વાલકેશ્વરના અમારા બાબુના દેરાસરે જેઓ પૂજન ભણાવવા ઇચ્છતા હોય અને તેઓને ખાસ કોઈ વિધિકાર માટે આગ્રહનહોય તો મૅનેજર ફોન કરીને હિંમતભાઈનું નક્કી કરાવી આપતા. આ રીતે વર્ષોથી અઠવાડિયામાં એકાદ વખત હિંમતભાઈ દેરાસરમાં પૂજન ભણાવવા આવતા. સવારના ૧૨-૩૯ મુહૂર્ત પૂજન ચાલુ થાય. હિંમતભાઈ સવા બાર વાગે દેરાસરમાં આવી બધી તૈયારી નિહાળી લેતા, મારે રોજ સવારે બાર વાગે દેરાસરે પૂજા કરવાનો નિયમ હતો. એટલે હિંમતભાઈ ઘણી વાર મળી જતા. હિંમતભાઈ પૂજનના વિષયમાં વર્ષોના અનુભવી હતા. તેઓ અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા વગેરેનું સ્વરૂપ સરસ સમજાવતા. એ વિશે એમની અનુપ્રેક્ષા ગહન હતી. તેઓ શ્લોકો મધુરકંઠે ગાતા. પૂજનમાં તેઓ તન્મય થઈ જતા. તેઓ શિસ્તના આગ્રહી હતા. કોઈને વાતો કરવા કે ઘોંઘાટ કરવા દેતા નહિ. આપણાં પૂજનો ધાર્મિક અનુષ્ઠાનને બદલે સામાજિક મેળાવડા જેવા બની ગયા છે તે એમને ગમતું નહિ. પ.પૂ. શ્રી ચંદ્રશેખર મહારાજે નવસારી પાસે તપોવન સ્થાપના કરાવી ત્યારે એના વિકાસમાં સ્વ. હિંમતભાઈએ સારું યોગદાન આપ્યું હતું. એક વખત મારે હિંમતભાઈને રાજસ્થાનમાં લુણાવામાં મળવાનું થયું હતું. વસ્તુતઃ અમે કેટલાક મિત્રો રાજસ્થાનનાં તીર્થોની યાત્રાએ નીકળ્યા હતા. ત્યારે અમને ભાવ થયો કે લુણાવામાં પ.પૂ.શ્રી પંન્યાસજી મહારાજનું ચાતુર્માસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 510 511 512 513 514