Book Title: Vandaniya Hridaysparsh
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 509
________________ ૪૯૨ વંદનીય હૃદયસ્પર્શ પણ કરી આવ્યાં. પણ પછી આંખે મોતિયો આવ્યો, અને તપાસ કરાવતાં ડાયાબિટિસ પણ નીકળ્યો. એટલે મોતિયાનું ઓપરેશન કરવાની દાક્તરોએ ના પાડી. પરિણામે બાને આંખે ઝાંખપ વધતી ગઈ. સાવ નજીક માણસ આવે ત્યારે ઓળખાય. મોતિયાને લીધે પછી તો ઘરની બહાર જવા-આવવાનું બંધ થયું. બહેન ઇન્દિરા રસોઈ ઉપરાંત બાની બધી ચાકરી કરતી. ચાર ભાઈ અને એક બહેનનાં લગ્ન થતાં ખેતવાડીની ચાલીની રૂમમાં હવે બા-બાપુજી સાથે બે ભાઈ અને એક બહેન રહ્યાં. હવે ગુજરાનની ચિંતા નહોતી. બધા ભાઈઓને ત્યાંથી રકમ આવતી. હવે બાનો હાથ છૂટો રહ્યો. પિતાજી નોકરી છોડી નિવૃત્ત થયા. બીજા બે ભાઈનાં લગ્ન થતાં બા-બાપુજી અને બહેન ઇન્દિરા વાલકેશ્વર મોટા ઘરમાં રહેવા આવ્યાં. ચાલીની રૂમ પછી છોડી દીધી. દરમિયાન પ્રમોદભાઈએ પણ જુદું ઘર લીધું, ઇન્દિરાબહેનનાં પણ લગ્ન થયાં અને ભરતભાઈએ પણ મોટું ઘર લીધું. જીવનના અંત સુધી બા-બાપુજી ભરતભાઈને ત્યાં રહ્યાં. સિત્તેરની ઉંમરે દાંત ગયા પછી બાને આંખે મોતિયો પાકવા આવ્યો ત્યારે અમે કહ્યું, “બા, તમે ઑપરેશન કરાવો તો બરાબર દેખાશે. એ દિવસોમાં ઑપરેશન એ મોટી વાત હતી. મોતિયાના ઑપરેશનમાં ચારેક દિવસ હૉસ્પિટલમાં રહેવું પડતું. બાએ કહ્યું, “મારે ઑપરેશન કરાવવું નથી. નહિ દેખાય તો મારે કોઈને પણ શું કામ છે? હું મારે શાંતિથી રહેવા માગું છું.” પછી તો બાને ડાયાબિટિસની તકલીફ ચાલુ થઈ એટલે ડૉક્ટરે જ ઑપરેશનની ના પાડી. પરિણામે બાને તદ્દન ઝાંખું દેખાતું. સાવ પાસે કોઈ આવે તો અણસાર આવે. અવાજથી જ બધાંને ઓળખે. આંખના અંધાપા સાથે બાની શારીરિક અશક્તિ પણ વધી ગઈ. તેઓ આખો દિવસ પલંગમાં બેસતાં કે સૂતાં. પિતાશ્રી પણ આખો દિવસ બા પાસે બેસતા અને નવકારમંત્ર, સ્તવનાદિ સંભળાવતા. બા અમારા સૌથી નાનાભાઈ ભરતભાઈને ત્યાં રહેતાં. એમણે તથા એમનાં પત્ની જયાબહેને છેલ્લાં વર્ષોમાં બાને નવડાવવામાં, ખવડાવવામાં, શૌચાદિ ક્રિયા કરાવવામાં ઘણી સારી સેવાચાકરી કરી હતી. એમ કરતાં પોષ સુદ ૭, વિ. સં. ૨૦૨૧ના દિવસે ઈ.સ. ૧૯૭૫માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 507 508 509 510 511 512 513 514