________________
અમારા પૂજ્ય શ્રી દોશીકાકા
૪૪૧ દોશીકાકા, દોશીકાકા' એ નામની માળા – જપતા.
એક વખત અમારો નેત્રયજ્ઞ પંચમહાલમાં દેવગઢ બારિયા પાસે સાગતાળા નામના ગામમાં હતો. જંગલ વિસ્તાર પાસે આવેલું આ ગામ છે. અમારો ઉતારો જંગલ વિભાગના ગેસ્ટ હાઉસમાં હતો.
નેત્રયજ્ઞ પછી બીજે દિવસે અમે અલિરાજપુર પાસે મધ્યપ્રદેશમાં આવેલા લક્ષ્મણી તીર્થની જાત્રાએ ગયા. કાકાએ આ તીર્થ જોયું નહોતું. અમારામાંના બીજા પણ ઘણાખરા પહેલી વાર આવતા હતા. આખો રસ્તો ખરબચડો. અમે પહોંચી, પૂજા કરી, ભોજન અને આરામ કરી પાછા આવવા નીકળ્યાં. પણ ત્યાં તો રસ્તામાં ધોધમાર વરસાદ ચાલુ થયો. અંધારું થઈ ગયું હતું. એસી કિલોમીટરનો રસ્તો વટાવતાં ઘણી વાર લાગી. રસ્તામાં થાકેલા હોવાથી કોઈ ઝોલાં ખાતા તો કોઈ વાતો કરતા. એક કલાક પછી કાકાએ ગીત ઉપાડ્યું;
આંખો પવિત્ર રાખ, સાચું તું બોલ, ઈશ્વર દેખાશે તને પ્રેમળનો કોલ, સત્ય એ જ પરમેશ્વર, બાપુનો બોલ
તારામાં ઈશ્વર છે કે નહિ ખોલ.' બધાંએ કાકાનું ગીત ઝીલ્યું. પાંચ કલાક પછી અમે સાગતાળા આવ્યા. બીજે દિવસે કાકાએ કહ્યું, “તમને ખબર છે, કાલે આપણે કેટલું જોખમ ખેડ્યું ? આ ભીલ વિસ્તાર છે. રાતના કોઈ વાહન આવે તો ભીલો જરૂર લૂંટી લે. મને થયું કે હેમખેમ પાછા પહોંચી જઈએ તો સારું. આખે રસ્તે હું મનમાં ભક્તામર સ્તોત્ર બોલતો રહ્યો હતો. વચ્ચે “આંખો પવિત્ર રાખ'નું ગીત ઝિલાવ્યું કે જેથી તમને ડરનો વિચાર ન આવે.”
એક વખત અમારા સંઘ તરફથી ઠાસરામાં નેત્રયજ્ઞ હતો. પચાસ જેટલા દર્દીઓનાં ઑપરેશન હતાં. અમે મુંબઈથી સંઘના સાતેક સભ્યો ચિખોદરા પહોંચ્યા. ઓગસ્ટ મહિનો હતો અને વરસાદના દિવસો હતા. ચિખોદરામાં સ્નાનાદિ વગેરેથી પરવારી, અમે જીપમાં બેઠા ત્યારે કાકાએ કહ્યું કે કાલે રાતના બહુ વરસાદ પડ્યો છે અને જોરદાર પવન ફૂંકાયો છે એટલે દર્દીઓ ઓછા આવશે એવો સંભવ છે. અમે ઠાસરા નેત્રયજ્ઞના સ્થાને પહોંચી ગયા. ઑપરેશન માટે દાક્તરો આવી ગયા હતા. ખાટલા પથરાઈ ગયા હતા. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org