________________
મારા પિતાશ્રી
૪૫૫
એ નગરનાં નરનારીઓ જયાં શૌર્ય-સંસ્કારે ભર્યા, જળ અન્ન લીલુડી વાડીઓ, કવિતા કૃષિ નૂર નર્યા. જયાં બાલ ગાંધી, દલા દેસાઈ, જન્મ તાત્યા ટોપે જયાં, તે ક્રાંતિકારી વીર યુવકો સત્તાવન બળવે ધર્યા. ઇતિહાસ ઉજ્જવળ નગરનો, ધર્મ-સંસ્કૃતિ જયાં ઝર્યા,
નરવું નગર એ પાદરા યશલેખ મણિમય કોતર્યા.' એ જમાનામાં રૂ અને અનાજના વેપારમાં પાદરાને ભારતના નકશામાં મહત્ત્વનું સ્થાન અપાવનાર અમૃતલાલ વનમાળીદાસ, એટલે કે મારા પિતાશ્રીના પિતા હતા. અમૃતલાલ બાપાએ પોતાના પિતાના ખાદીવણાટના વેપારને વિકસાવ્યો. પાદરામાં કાપડની દુકાન ચાલતી હતી. પરંતુ તે ઉપરાંત રૂના વેપારમાં એમણે ઝંપલાવ્યું. એમનો એ વ્યવસાય વિકસતો ગયો અને તેવામાં ભરૂચના પારસી વેપારી રૂસ્તમજી વખારીઆના સંપર્કમાં તેઓ આવ્યા. રૂસ્તમજી શેઠે ભાગમાં વેપાર કરવાની દરખાસ્ત કરી અને ભાગીદારીમાં શરૂ થયેલો વેપાર જોતજોતામાં ઘણો બધો વધી ગયો. ભાઈલી, માસરરોડ, ભીલુપુરી, ઇંટોલા, મિયાગામ, પાલેજ, જંબુસર, ભરૂચ, અંકલેશ્વર વગેરે ગામોમાં જિનિંગ ફેક્ટરીઓમાં રૂની ગાંસડીઓ તૈયાર થવા લાગી. સાથે કપાસિયાંનો વેપાર પણ ચાલુ થયો. જોતજોતામાં તો તેઓ ઘણું ધન કમાયા. આખા પાદરા તાલુકામાં પ્રથમ નંબરના શ્રીમંત તેઓ બની ગયા. જે જમાનામાં સામાન્ય લોકો પાસે બે-પાંચ તોલા ઘરેણાં હોય તે જમાનામાં એમના કુટુંબમાં સ્ત્રીઓ વિવિધ ઘરેણાં ઉપરાંત છોકરાંઓ પણ વીંટી, કંઠી, કડાં અને સોનાના કંદોરા પહેરતાં થઈ ગયાં હતાં. મોટા ત્રાજવે તોલાય એટલું સોનું એમની પાસે હતું. મુંબઈના બજારમાં નવી નીકળેલી ચીજવસ્તુઓ એમને
ત્યાં તરત આવી જતી. એ જમાનામાં બેન્કોની વ્યવસ્થા થઈ નહોતી. શરાફી. પેઢીઓ ચાલતી. પરંતુ અમૃતલાલ બાપાને ત્યાં લોકો પરાણે વ્યાજે રકમ મૂકી જતા. બધાંને નિયમિત વ્યાજ ચૂકવાતું. તેઓ ગરીબોને અને સાધારણ સ્થિતિનાં માણસોને ઘણી આર્થિક સહાય ગુપ્ત રીતે કરતા રહેતા. કોઈ માણસ મુશ્કેલીમાં હોય અને એમની પાસે આવ્યો હોય તે ખાલી હાથે પાછો ફરે જ નહિ. દેવાદારોનાં દેવાં તેઓ માફ કરી દેતા, અને કોઈને ખબર પડવા દેતા નહિ. વ્યાજે રકમ મૂકવા આવનાર કેટલાયને તેઓ આડકતરી રીતે તેની મુદ્દલ
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org