________________
૪૬૬
વંદનીય હૃદયસ્પર્શ યાદ હોય. વર્ષો પહેલાં પરિચયમાં આવેલી વ્યક્તિને જોતાંની સાથે જ ઓળખી શકતા અને એની સાથેની આગળપાછળની બધી વાતો તાજી કરતા. એમની
સ્મરણશક્તિ આશ્ચર્યકારક હતી. - બાપુજીનું સ્વાથ્ય જીવનની અંતિમ ઘડી સુધી એટલું સરસ રહ્યું હતું કે એની જોડ જવલ્લે જ જડે. ૧૦૪ વર્ષની જિંદગીમાં તેઓ ક્યારેય હૉસ્પિટલમાં રાત રોકાયા નથી. નેવું વર્ષની ઉંમર પછી બંને આંખે વારાફરતી મોતિયાનું ઓપરેશન કરાવવા હૉસ્પિટલમાં ગયેલા અને બપોરે ઘરે પાછા આવી ગયેલા. ૯૮ વર્ષની વયે એક વખત તેઓ એક રૂમમાંથી બીજી રૂમમાં જતા હતા ત્યારે અચાનક બારણું જોરથી ભટકાતાં એમની એક આંગળી કપાઈ ગઈ હતી. તરત કપાયેલી આંગળી સાથે એમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. દાક્તરે ટાંકા લઈ આંગળી સાંધી આપી અને સાંજે તેઓ ઘરે પાછા આવ્યા હતા. થોડા દિવસમાં આંગળી પહેલાં જેવી જ સારી થઈ ગઈ હતી. ખબર ન પડે કે આંગળી કપાઈને જુદી પડી ગઈ હતી. આવા બેત્રણ પ્રસંગે થોડા કલાક સિવાય તેઓ ક્યારેય હૉસ્પિટલમાં ગયા નહોતા. યુવાનીમાં બંધિયાર ઑફિસમાં નોકરી કરવાને કારણે દમનો વ્યાધિ થયો હતો, પણ એમણે એવો મટાડ્યો કે જિંદગીમાં ફરી થયો નહોતો.
બાપુજીએ જિંદગીમાં ક્યારેય માથું દુખ્યાની ફરિયાદ કરી નથી. આખી જિંદગીમાં કદાચ પાંચસાત વખત તાવ આવ્યો હશે, પણ ક્યારેય તે એક દિવસથી વધારે ચાલ્યો નથી. તાવ જેવું લાગે ત્યારે એમનો સાદો ઉપાય એ હતો કે ખાવાપીવાનું તરત સંપૂર્ણ બંધ કરી દેવું. એથી તરત એમનો તાવ ઊતરી જતો.
૧૦૪ વર્ષની ઉંમરે પણ એમને મધુપ્રમેહ, રક્તચાપ, દમ, ક્ષય, સંધિવા, હરસ, પ્રોસ્ટેટ વગેરે કોઈ પણ રોગની ફરિયાદ નહોતી. એમની પાચનશક્તિ વ્યવસ્થિત હતી. શૌચાદિમાં તેઓ જીવનના અંત સુધી બિલકુલ નિયમિત હતા, એટલું જ નહિ, જરૂર પડે તો તેઓ રાહ પણ જોઈ શકતા. એમનાં સો વર્ષની ઊજવણીનો આખા દિવસનો કાર્યક્રમ અમે એક હૉલમાં કર્યો હતો ત્યારે સવારે ૯ વાગે ઘરેથી ગયા અને સાંજે આઠ વાગે પાછા આવ્યા ત્યાં સુધી તેઓ એક ખુરશીમાં સતત બેસી રહ્યા હતા. એમને બાથરૂમ પણ જવું પડ્યું નહોતું.
બાપુજીની તબિયત સારી રહેતી હતી. એકાદ વર્ષથી શરીરથોડુંકક્ષીણ થયું હતું. પરંતુ હરવાફરવામાં, બોલવામાં, વાંચવા-સાંભળવામાં એમની શારીરિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org