Book Title: Vandaniya Hridaysparsh
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 500
________________ મારાં માતુશ્રી સ્વ. રેવાબા ૪૮૩ તંબુ તાણીને રહે અને પોતપોતાના ટોપલા સાથે બજારમાં છરી, ચપ્પુ, કાતર વગેરે ઓજારો વેચવા બેસતા. હોશિયાર જબરા. માણસો બરાબર ભાવતાલ કરીને વસ્તુ ખરીદતા, પણ નબળા માણસોને ખરીદવા બોલાવી, લોભાવીને છેતરી લેતા. એકંદરે તેમની છાપ ખરાબ હતી. ઈરાનીઓ ગોરા અને તેમાં પુરુષો પાટલૂન અને સ્ત્રીઓ ફ્રૉક પહેરતી. અને બે ચોટલા વાળી આગળ બે નાની લટ લટકતી રાખતી. પુરુષો કરતાં સ્ત્રી બહુ જબરી હોય. ગામમાં ઈરાનીઓ આવે તો તેમને અટકાવી શકાય નહિ, પણ કોઈ ખાસ ખરીદી ન કરે તો તેઓ બેત્રણ દિવસમાં જ બીજે ગામ ચાલ્યા જાય. ગામ બહાર કોઈ એકલદોકલ મળે તો લૂંટી લેતા. એક વખત ગામમાં અફવા ઊડી કે એક ઈરાની નાના છોકરાને કોથળામાં નાખીને ઉપાડી ગયો. ત્યારથી આખું ગામ સાવધ બની ગયું. એ વખતે હું પાદરામાં ટાવરવાળી સ્કૂલમાં ભણતો. આખી બાંયનું ખમીસ, અડધું પાટલૂન અને માથે સફેદ ટોપી પહેરીને ઉઘાડા પગે ખભા પાછળ દફતરની થેલી રાખી આગળ એના નાકામાં હાથ ભરાવી બધા વિદ્યાર્થીઓ ભણવા આવતા. રોજ સવારે નાહીને પહેરેલાં કપડાં હોય તે બીજે દિવસે સવારે ઊતરતાં. શાળામાં ભણવા તળાવના કિનારે થઈને, ટૂંકા નિર્જન રસ્તે અમે જતા. ઈરાનીઓની વાત આવી એટલે બાએ કડક સૂચના આપી દીધી કે તળાવ બાજુથી નહિ પણ ગામમાં થઈને ઝંડા બજારના રસ્તે ઘરે આવવું. કોઈ ઈરાની દેખાય તો દોડી જવું. બાની આ સૂચના દિવસો સુધી અમે પાળી હતી. શાળામાં ભણતા થયા પછી બા દર વર્ષે ઉનાળાની રજામાં અમને છોકરાંઓને લઈને પોતાના પિય૨માં ઓડ ગામે જતી. ત્યાં એમની બે બહેનો રહેતી. વળી ત્યાંથી નજીકના ગામ કણભાઈપરામાં એમનાં માતાપિતાઇચ્છાબા અને ચુનીલાલ બાપા રહેતાં. એ દિવસોમાં પગે ચાલીને જ પાદરા સ્ટેશને જવાનો રિવાજ હતો. સામાનમાં લોઢાનો ટ્રંક વજનદાર હોય એટલે બા માથે મૂકીને ચાલતી. એમાં કોઈ લજ્જા ગણાતી નહિ. અમે પાદરાથી વિશ્વામિત્રી જઈ ત્યાંથી મોટી ગાડીમાં બેસી આણંદ ઊતરતાં અને ત્યાંથી ગાડી બદલી ગોધરાવાળી ગાડીમાં બેસી ઓડ ઊતરતાં અથવા સીધા કણભાઈપરા જવાનું હોય તો ભાલેજ સ્ટેશને ઊતરતાં. ભાલેજથી ચાલતાં જ અમારે મોસાળના ઘરે જવાનું રહેતું. તે માટે અગાઉથી જણાવવાનો રિવાજ નહોતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514