Book Title: Vandaniya Hridaysparsh
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 498
________________ મારાં માતુશ્રી સ્વ. રેવાબા ૪૮૧ એક જાય. પછી માસ્તરને કંઈ કામ નહિ. ત્યારે અમે પાટા પર સમતોલપણું રાખીને ચાલવાની હરીફાઈ કરતા. સિગ્નલથી કેવી રીતે પાટા છુટા પડે તે તથા એન્જિનનું મોઢું બદલવું હોય તો તે માટેના કૂવાના પાટા કેવી રીતે ફેરવવા તથા ક્યારે કેટલા ડંકા વગાડવા તે માસ્તરનો મદદનીશ અમને સમજાવતો. મોભામાં એક વર્ષ રહી દુકાન સંકેલી પિતાજીને પાદરા પાછા ફરવું પડ્યું. મારા અમૃતલાલ દાદાના છેલ્લા માંદગીના દિવસોનું અને એમના અવસાનના દિવસનું ચિત્ર હજુ નજરમાં તરવરે છે. માંદગીના વખતે ઉપરના માળ (મેડા ઉપર) એમને સુવાડ્યા હતા. તેઓ શૌચાદિ માટે ઘરબહાર જઈ શકે એમ નહોતા એટલે એમને માટે પાટ મંગાવવામાં આવી હતી. અમે એમને જોવા જઈએ તો તરત નીચે જવાનું કહેવામાં આવતું. તેઓ ગુજરી ગયા તે વખતે અમને બધાં છોકરાંઓને બાજુના એક મકાનમાં પૂરવામાં આવ્યાં હતાં જ્યાંથી અમે જોઈ શકીએ. દાદાની ઠાઠડી ઊંચકીને લઈ ગયા પછી અમને છોડ્યાં હતાં. દાદાના ગુજરી ગયા પછી અમુક દિવસ સુધી રોજ સવારે ફળિયામાં રોવા-કૂટવાનું રાખવામાં આવતું. એ માટે સગાં-સંબંધીની સ્ત્રીઓને કહેણ મોકલાતું. નજીકની શેરીમાં રહેતા બે હીજડાઓ મરશિયા ગવડાવતા. કેટલીક સ્ત્રીઓ છાતી કૂટવામાં માત્ર બે હાથનો અભિનય કરતી. દાદીમાં અમથીબા તથા ચારે વહુઓ જોરથી કૂટતી અને છાતી લાલઘૂમ કરતી. અમે છોકરાંઓ એ વર્તુળની બહાર ઊભા રહીને નિહાળતાં. રેવાબા જ્યારે બહુ કૂટતાં અને લાલઘુમ છાતીમાં લોહીની ટશરો ફૂટતી ત્યારે એ દૃશ્ય જોઈને અમે છોકરાંઓ રડતાં. ત્યારે અમથીબા પણ રેવાબાને અટકાવતાં. એક દિવસ તો તડકામાં છાતી કૂટતાં રેવાબા બેભાન પણ થઈ ગયાં હતાં. પારકે ઘેર ફૂટવા જવાનું હોય તો પણ રેવાબા પોતાનું ઘર હોય તેમ સમજી જોરથી છાતી કૂટતાં. અમૃતલાલદાદાના અવસાન પછી એકાદ વર્ષે મારા પિતાશ્રી અને એમના ભાઈઓએ મિલકતની વહેંચણી કરી એ દિવસો મારી નજર સમક્ષ અત્યારે પણ તાદશ છે. પિતાશ્રીના પિતાશ્રી અમૃતલાલ શેઠને ધંધામાં ભારે ખોટ આવી હતી. એક જમાનાના આખા પાદરા તાલુકાના પ્રથમ નંબરના સૌથી મોટા સંપત્તિવાન ગણાતા અમૃતલાલ શેઠ પોતાના રૂ-કપાસના વેપારમાં આગમાં ૯૦૦ જેટલી ગાંસડી બળી જતાં થયેલા નુકસાનને કારણે રાતોરાત દેવાદાર થઈ ગયા હતા. પછીના દિવસો એમના વળતા પાણીના શાન્ત દિવસો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514