________________
મારાં માતુશ્રી સ્વ. રેવાબા
૪૭૯ કરતાં મને હાથે ધડ ધડ થવા લાગ્યું. (હળવો શોક લાગવા માંડ્યો). સહન થતું નહોતું છતાં હિંમત રાખી. ચાર વખત એમ કર્યું અને કહ્યું, ‘જા, મટી ગયું છે. હવે રડતો નહિ.' મારી પીડા ચાલી ગઈ. ઘરે આવીને કપડાં પહેરીને હું સ્કૂલે ગયો.
વીંછી કરડવાના બનાવો ત્યારે ગામડાઓમાં વારંવાર થતા. એ મટાડવા માટે વિવિધ ગામઠી ઉપચારો થતા.
અમૃતલાલ દાદાને રૂના વેપારમાં મોટી ખોટ આવી અને માથે દેવું થઈ ગયું ત્યારે એમણે પોતાના ચારે દીકરાઓને ગામ છોડીને બીજે જઈનોકરીધંધો કરવાની ભલામણ કરી. ત્યારે ચારે ભાઈઓ દ્વારા પાદરા અનાજ, કાપડ વગેરેની પ્રકીર્ણ ચીજવસ્તુઓની દુકાન કરવાનો વિચાર કર્યો. એ માટે ચારે ભાઈઓએ ત્યાં દુકાન ભાડે રાખી. મારા પિતાશ્રીએ એ માટે પહેલ કરી અને રેવાબા સાથે મને અને મારી નાની બહેન પ્રભાવતીને લઈ ગયા. ત્યારે મને પાંચમું વર્ષ બેઠું હતું. પરંતુ પિતાશ્રીના બીજા કોઈ ભાઈઓ આવ્યા નહિ, મોભામાં અમે એક વર્ષ રહ્યાં, પણ સંતોષકારક કમાણી ન થતાં અને દાદાની તબિયત બગડતાં પાછા પાદરે આવ્યાં.
મોભામાં અમારા ઘરની પાછળ જ વગડો અને ખેતરો હતાં. વગડામાં થોડે સુધી અમે રમવા જતા. આગળ જતાં ડર લાગતો. ત્યારે શાક બજારમાંથી વેચાતું લાવવાનું નહિ કારણ કે એવું બજાર જ ત્યાં નહોતું. ઘરની પાછળના વંડામાં બધા લોકો શાક ઉગાડીને ખાતા. ભીંડા, ગવાર વગેરેના છોડ અને તુરિયા તથા ગલકાં વગેરેના વેલા વાવેલા તે હજુ યાદ છે. છોડ ઉપર ત્યાં શાક ઊગે તે બાને બતાવીએ. એમાં ખાસ તો ચોમાસાની ઋતુમાં થતા કંટોલા વણી લાવવાની બહુ મઝા પડતી. બાએ કહેલું કે કંટોલા તો વરસાદ પડ્યા પછી જ ઊગે એ વાક્ય આજે પણ ભુલાયું નથી, બા કંટોલા વીણવા અમને વગડામાં લઈ જતી. કોઈ વાર વરસાદ બહુ પડી ગયો હોય તો વચ્ચે ખાડાઓમાં પાણી ભરાઈ ગયું હોય. બા તો ખાબોચિયું ડહોળતી આગળ ચાલે, પણ હું ઊભો રહી જાઉં.
બા કહે, “એમ બીએ છે શું? બહુ પાણી નથી.” પાણી મારી છાતી સુધી આવે. કપડાં તો પહેર્યા ન હોય, પણ પાણીમાં જતાં ડર લાગે. ખાબોચિયાના બીજા છેડે પહોંચે ત્યારે સલામતીનો આનંદ થતો. ખાબોચિયામાં વરસાદનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org