Book Title: Vandaniya Hridaysparsh
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 497
________________ ૪૮૦ વંદનીય હૃદયસ્પર્શ તાજું પાણી હોય અને સૂર્યપ્રકાશ નીકળે ત્યારે પાણી દુધિયા રંગનું દેખાય. એવા પાણીની જીવંતતા જ જુદી ભાસે. વળી પવનમાં વરસાદનું તાજું પાણી હિલોળા લેતું હોય એ જોવાનું ગમે. મોભામાં એક દિવસ એક બાવો અમારા ઘરે માગવા આવ્યો. બાએ એને લોટ અને ચોખા આપ્યા. બાની ઉદારતા જોઈ એણે ભોજનની માગણી કરી. બાએ ના કહી તો પણ ઘરમાં કોઈ પુરુષ નથી એ જોઈને એણે હઠ લીધી અને ઓટલે બેઠો. બેત્રણ વાર કહેવા છતાં એ ખસ્યો નહિ. બાવો બદમાસ જેવો લાગ્યો. બાપુજી ઘરમાં હતા નહિ એટલે બાએ સમયસૂચકતા વાપરી મને પાછલે બારણેથી અલીકાકાને બોલાવવા મોકલ્યો. મુસલમાન અલીકાકા અમારા ઘરની નજીક રહેતા હતા. મેં દોડતા જઈ અલીકાકાને વાત કરી. તેઓ હાથમાં લાકડી લઈને આવી પહોંચ્યા. એમણે લાકડી ઉગામી બાવાને ગામ બહાર ભગાડ્યો. એક વાર મોભામાં રાતના આઠ-નવ વાગે “સાપ આવ્યો, સાપ આવ્યો' એવી બૂમ પડી. બધા ઘરની બહાર નીકળી ગયા. પાંચ-છ ઘર દૂર સાપ દેખાયો હતો. બધા લાકડી લઈ બહાર દોડ્યા. કોઈક સાપ પકડવાનો લાકડાનો લાંબો સાણસો લઈ આવ્યું. અંધારું હતું એટલે સાપ ક્યાં ભરાઈ ગયો તે દેખાયું નહિ. સાપ લપાતો લપાતો બાજુવાળા પાડોશીના ઘરમાં ભરાયો તે દેખાયો. ત્યાંથી સાપને ભગાડતાં પાછલે બારણેથી નીકળી ગયો, પણ પછી ત્યાંથી અમારા ઘરમાં ભરાયો. ફાનસના અજવાળે તે દેખાયો. પણ ભગાડવા જતાં તે મોભ ઉપર ચડી ગયો અને એક બખોલમાં ભરાયો. ત્યાંથી ઘણા પ્રયત્નો કરવા છતાં તે ઊતર્યો નહિ. છેવટે નક્કી કર્યું કે બધાએ ફળિયામાં ખાટલા ઢાળીને સૂઈ જવું. થોડાક પુરુષો લાકડી સાથે જાગતા રહે. બાએ અમને ભાઈબહેનને ખાટલામાં સુવાડ્યાં. અને પોતે જાગતાં રહીને નવકારમંત્રનું રટણ કર્યું. પિતાજી પણ જાગતા રહ્યા. બીકને લીધે આખી રાત સાપ નીકળ્યો નહિ, પણ સવાર થતાં ઘરની બહાર નીકળ્યો તે અમે બધાએ જોયું પણ એને કોઈ પકડે તે પહેલાં તો તે ઝડપથી વગડામાં પહોંચી ગયો. મોભામાં સ્ટેશનની પાસે જ અમારું ઘર હતું. એટલે સ્ટેશન પર અમે કેટલાંક છોકરાં રમવા જતાં. સ્ટેશન માસ્તરને પણ એ ગમતું કારણ કે એમને અમારી ઉંમરનો એક દીકરો હતો. આખા દિવસમાં એક ગાડી આવે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514