Book Title: Vandaniya Hridaysparsh
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 506
________________ ४८८ મારાં માતુશ્રી સ્વ. રેવાબા ૧૯૪૪ના ગાળામાં અમારી આર્થિક સ્થિતિ સુધરવા લાગી. માથે કોઈ દેવું રહ્યું નહિ. પિતાજીની નોકરી ઉપરાંત મોટા બે ભાઈઓ નોકરીએ લાગી ગયા. એમ ઘરમાં ત્રણ જણનો પગાર આવવા લાગ્યો. વળી મેટ્રિક પછી અમે બે ભાઈઓ ભણવા માટે ટ્યૂશન કરવા લાગ્યા અને ગ્રેજ્યુએટ થયા પછી નોકરીએ ચડ્યા. એમ કરતાં પાંચ જણનો પગાર આવવા લાગ્યો એટલે રેવાબાને કોઈ ચિંતા રહી નહિ. ઘરમાં સગવડ માટે કેટલાક ફેરફાર કરાવ્યા. પછી તો આર્થિક સ્થિતિ ઉત્તરોત્તર સુધરતી ગઈ. ૧૯૪૮ પછી એક પછી એક ભાઈનાં લગ્ન થયાં અને તેઓ નાની રૂમ છોડીને સ્વતંત્ર રહેવા લાગ્યા. એમ કરવાની બા-બાપુજીએ સંમતિ આપી. બાને હવે ઘણી જ રાહત લાગી અને સંતાનોની ચડતી જોઈને બહુ આનંદ, થયો. આમ છતાં ખેતવાડીની ચાલીનું ઘર એ અમારું કેન્દ્રસ્થાન રહ્યું. બાને તપશ્ચર્યામાં સારી શ્રદ્ધા હતી. એકાસણું, આયંબિલ, ઉપવાસ એમનાં ચાલતાં હોય. આયંબિલની ઓળી તેઓ કરતાં. પર્યુષણના દિવસોમાં એમણે એક વખત અઠ્ઠાઈ કરેલી. પર્યુષણના આઠ દિવસમાંથી પહેલા ચાર અને છેલ્લા ત્રણ એમ સાત ઉપવાસ ઘણી વાર કર્યા હતા. એક વખત બાને ઉપધાન કરવાની ભાવના થઈ હતી. લાલબાગ (માધવબાગ) ઉપાશ્રયે નામ પણ તેઓ નોંધાવી આવ્યાં હતાં. એ માટે જરૂરી ઉપકરણો પણ લઈ આવ્યાં હતાં. ત્યાં બે દિવસ અગાઉ કોઈક બહેન ઘરે મળવા આવ્યાં. વાત નીકળતાં તેમણે કહ્યું, “રેવાબહેન, તમારાથી ઉપધાન ન થાય. તમને ક્યાં બધી વિધિ આવડે છે !” આથી બા નાસીપાસ થયાં અને ઉપધાનમાં જોડાયાં નહિ. થોડા દિવસ પછી દેરાસરમાં કોઈક અનુભવી બહેન મળ્યાં. બાએ ઉપધાનમાં ન જોડાવાનું કારણ કહ્યું. એમણે કહ્યું, “બધી વિધિ બધાંને ન આવડે, પણ એમણે ઉપધાન ન છોડાય. ન આવડે તો સાધુ મહારાજ બધી વિધિ કરાવે, તમે ભૂલ કરી.' આ સાંભળી બા બહુ નિરાશ થયાં. ઉપધાનની એક વખત તક ચૂક્યાં, તે પછીથી ફરીથી ક્યારેય ઉપધાન કરવાની અનુકૂળતા મળી નહિ. પણ દીકરી ઇન્દિરાને ઉપધાન કરાવીને આનંદ અનુભવ્યો. આઠ છોકરાં ઉછેરનાર બાની પાસે બાળકના મનને જીતવાની વાત્સલ્યભરી કળા હતી. એ દિવસોમાં ટેલિફોન કોઈકને ત્યાં જ હતા. એટલે અમે અમારા બંને નાનાં સંતાનોને – શૈલજા તથા અમિતાભને લઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514