Book Title: Vandaniya Hridaysparsh
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 491
________________ ૪૯ મારાં માતુશ્રી સ્વ. રેવાબા જીવનની ઉત્તરાવસ્થામાં બાલ્યકાળનાં અને કિશોરવયનાં સંસ્મરણો વધુ તાજાં થાય છે. એ સંસ્મરણોમાં મહત્ત્વનાં પાત્રો તે માતાપિતા, દાદાદાદી, ભાઈબહેન, પડોશીઓ, મિત્રો, શિક્ષકો વગેરે હોય છે. કેટલાંક વર્ષ પહેલાં ‘પ્રબુદ્ધ જીવન’માં મારા પિતાશ્રી વિશે મેં લખ્યું હતું. હવે માતુશ્રી સ્વ. રેવાબા વિશે લખવાનો ભાવ થયો છે. એક અભણ પણ ધર્મપરાયણ, સંસ્કારી, કુટુંબવત્સલ સ્ત્રીએ સુખના દિવસો તો સારી રીતે માણ્યા હતા, પણ દુઃખના કપરા દિવસોમાં પણ કેવી સમતા અને ધીરજ ધારણ કરી હતી તે મને મારાં માતુશ્રીના જીવનમાં જોવા મળ્યું હતું. રેવાબાનો જન્મ ઈ.સ.૧૯૦૦માં આણંદ જિલ્લામાં નાવલી નામના ગામે થયો હતો. નાવલી પ્રમાણમાં મોટું ગામ હતું. રેવાબાએ શાળાનું શિક્ષણ ચાર ચોપડી સુધી લીધેલું અને તે પણ જેવુંતેવું, કારણ કે એ દિવસોમાં સ્ત્રીકેળવણીનો મહિમા નહોતો. રેવાબાના પિતા શેઠ ચુનીલાલ સૂરચંદ શ્રીમંત હતા અને નાવલીમાં એમનું પોતાનું ઘણું મોટું ઘર હતું. એમનાં માતા ઇચ્છાબહેને પોતાની ડાહી, રેવા અને મણિ એ ત્રણે દીકરીઓને ઘરકામની સારી તાલીમ આપી હતી. એમને ઘરે એકબે ભેંસ કાયમ બાંધેલી રહેતી અને ત્રણે બહેનોને ભેંસને ચરાવવા, તળાવે નાહવા લઈ જતાં, ભેંસ દોહતાં અને દૂધમાંથી દહીં, માખણ અને ઘી બનાવતાં સારી રીતે આવડતું. ઇચ્છાબા દ૨ બીજે કે ત્રીજે દિવસે સવારે વલોણું કરતાં અને ગામના લોકોને મફત છાશ આપતાં. ઇચ્છાબાએ જીવ્યા ત્યાં સુધી ઘરે ભેંસ બાંધેલી. ભેંસની સાથે લાડથી વાતો કરતાં અમે તેમને નાનપણમાં ઘણી વાર જોયાં છે. એમની બધી વાતો ભેંસ સમજતી અને તે પ્રમાણે તેઓ કહેતા કે ઢોર (ભેંસ) વગરનું જીવન એ ઢોર જેવું જીવન કહેવાય. એ દિવસોમાં જ્ઞાતિનાં બંધનો અત્યંત કડક હતાં. જ્ઞાતિ બહાર કોઈ લગ્ન કરી ન શકે. વળી ગામમાં ને ગામમાં લગ્ન કરવાનું ઇષ્ટ મનાતું નહિ. જાનમાં જવાનું મળે એનો આનંદ જુદો હતો. પચીસ-પચાસ ગાડાં જોડાય, રસ્તામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514