________________
૪૭૨
પરથી તેઓ સમજી શકતા કે તારમાં શું લખાય છે.
બાપુજીને પોતે ફરેલા એ દરેક સ્થળની વિગતો યાદ હોય. કેટલાકવખત પહેલાં દિલ્હી પાસે આકાશમાં બે વિમાનો અથડાઈ પડ્યાં હતાં અને તે ચક્કી દાદરી નામના ગામ પાસે પડ્યાં હતાં. ચક્કી દાદરીનું નામ સામાન્ય લોકો માટે તદ્દન અપરિચિત હતું. પરંતુ બાપુજી માટે અપરિચિત નહોતું. પોતાના યુવાનીના દિવસોમાં તેઓ ત્યાં અનાજની ખરીદી માટે ગયા હતા. ચક્કી દાદરીની બાજરી ત્યારે વખણાતી. ચક્કી દાદરીની મુલાકાતને યાદ કરતાં એમણે કહ્યું હતું કે પોતે ત્યાંથી વતન પાદરાની દુકાને જે તાર કર્યો હતો તે પ્રાસયુક્ત હતો : Buying Bajri from Chakki Dadri.
વંદનીય હૃદયસ્પર્શ
બાપુજીની પ્રકૃતિ હંમેશાં ગુણગ્રાહી હતી. તેઓ વારંવાર શિખામણ આપતા કે ઉપકારીનો ઉપકાર કદી ન ભૂલવો. કોઈની નિંદા કરવી નહિ. વાદવિવાદ થાય એવી વાતમાં પડવું નહિ. તેમના મુખેથી ક્યારેય કોઈની નિંદા થતી નહિ.તેઓ પોતાના ઉપર ઉપકાર કરનાર, એમની ફોઈના દીકરા ચંદુભાઈ દલાલને, એમનો દમનો રોગ કાયમનો મટાડનાર પારસી દાક્તર દારૂવાલાને તથા પોતાને નોકરી અપાવનાર પડોશી ચીમનભાઈને હમેશાં યાદ
કરતા.
બાપુજીનો પહેલેથી એવો નિયમ હતો કે કોઈને પણ એકવચનમાં ‘તું’ કહીને બોલાવવા નહિ. નોકર-ચાકરને પણ નહિ. પોતાના બધા દીકરાઓને તો ‘ભાઈ’ શબ્દ લગાડીને માનથી બોલાવતા. એટલું જ નહિ પણ પૌત્ર અને પ્રપૌત્રને પણ માનથી બોલાવતા. મારા પુત્ર અમિતાભને તેઓ હમેશાં ‘હીરાભાઈ’ કહીને બોલાવતા. અમિતાભ પણ અમેરિકાથી બાપુજીને ફોન કરે તો ‘હીરાભાઈ સ્પીકિંગ...' એમ જ કહે. બાપુજી નાનાં બાળકો સાથે પણ હસીને વાત કરે. પોતાની પાસે કાયમ દ્રાક્ષ અને પીપરમિન્ટ રાખે. એટલે એ લેવા છોકરાઓ આવે.
બાપુજીને જૂના જમાનાની કહેવતો ઘણી આવડતી. શબ્દરમત દ્વારા ગમ્મત કરવાનું પણ સારું ફાવતું. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળે તો પોતે કહે કે ‘તમે તો કૉલેજમાં ભણીને સી.એ. થયા, પણ હું તો જન્મથી સી.એ. છું.' પછી સ્પષ્ટ કરતાં કે પોતે ચીમનલાલ અમૃતલાલ એટલે સી.એ. છે. કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org