________________
વંદનીય હૃદયસ્પર્શ
પાંત્રીસથી પચાસની ઉંમર સુધી બાપુજીએ બહુ કપરા દિવસો જોયા હતા. મુંબઈની એક ચાલીની નાની ઓરડીમાં અમે છ ભાઈ, બે બહેન અને બા-બાપુજી એમ દસ જણ રહેતાં. ગુજરાન ચલાવવામાં, છોકરાંઓને ભણાવવામાં એમને ઘણી તકલીફ પડી હતી. પરંતુ પછી વળતા દિવસો આવ્યા. દીકરાઓ ભણીને નોકરીધંધે લાગ્યા અને સારું કમાતા થયા. નાની ઓરડીમાંથી ક્રમે ક્રમે છ મોટાં મોટાં ઘર થયાં. છેલ્લા પાંચ દાયકા એમણે પાછા ચડતીના જોયા.
૪૭૦
આશરે પચાસની ઉંમર પછી, પોતાના દીકરાઓ નોકરીધંધે લાગી ગયા હતા અને ઘરનો કારભાર બરાબર ચાલવા લાગ્યો હતો ત્યારે બાપુજીએ સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી લીધી હતી. આમ પણ કમાવામાં એમને બહુ રસ હતો નહિ. જેમ જેમ દીકરાઓ મોટા થતા ગયા તેમ તેમ એમને માથેથી આર્થિક જવાબદારી ઓછી થતી ગઈ હતી. પાસે પૈસા રાખવામાં એમને રસ નહોતો એટલે કોઈ દીકરા પાસે પૈસા માગવાનો પ્રશ્ન નહોતો. કદાચ કોઈક વાપરવા આપી જાય તો તેઓ તરત દીકરીઓને અથવા પૌત્ર-પૌત્રીઓને આપી દેતા. બાપુજીએ પોતાના નામે બેંકમાં ક્યારેય ખાતું ખોલાવ્યું નથી. પોતાના નામે કોઈ મિલકત ધરાવી નથી કે પોતે ક્યારેય ઇન્કમ ટૅક્ષનું કોઈ ફૉર્મ ભર્યું નથી.
પચાસની ઉંમર સુધી તેઓ લાંબો સફેદ કોટ અને ખાદીની સફેદ ટોપી, બહાર કોઈ પ્રસંગે જવું હોય તો પહેરતા. પણ પછી ટોપી અને કોટ છોડી દીધાં. પહેરણ અને ધોતિયું - એની બે જોડ જેટલો પરિગ્રહ રાખ્યો હતો. ગાંધીજીની સ્વાશ્રયની ભાવનાને અનુસરીને તેઓ નાનપણથી પોતાનાં બે કપડાં પોતાના હાથે જ ધોઈ નાખતા. ૧૦૩મા વર્ષ સુધી આ નિયમ તેમણે સાચવ્યો હતો. જીવનના છેલ્લા વર્ષમાં સ્વજનોના આગ્રહને કા૨ણે તેમણે પોતાનાં કપડાં ધોવાનું બંધ કર્યું હતું.
અમે છ ભાઈ અને બે બહેન. એમાં મારો ચોથો નંબર. અમારે દરેકને સંતાનો અને સંતાનોના ઘેર સંતાનો. આમ બાપુજીના કુટુંબના સભ્યોની સંખ્યા એકસોથી વધુ થાય. દરેકનાં નામ તેમને મોઢે. બધાંને યાદ કરે. થોડા મહિના પહેલાં એમણે પોતાની ચોથી પેઢીનાં લગ્ન જોયાં. આમ છતાં તેઓ અનાસક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org