Book Title: Vandaniya Hridaysparsh
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 482
________________ ४८ પિતાશ્રીની ચિરવિદાય મારા પૂજ્ય પિતાશ્રી શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહે લગભગ ૧૦૪ વર્ષની વયે મુંબઈમાં તા. ૨૧મી સપ્ટેમ્બર, ૨૦૦૦ (ભાદરવા વદ અને ગુરુવાર, સં. ૨૦૫૬)ના રોજ રાત્રે દસ વાગે ઊંઘમાં જ દેહ છોડ્યો. એમના સ્વર્ગવાસથી અમે એક પવિત્ર શિરછત્ર ગુમાવ્યું. સંપૂર્ણ નિરામય શરીરનો ક્રમિક અંત કેવી રીતે આવે તે એમના જીવનમાંથી પ્રત્યક્ષ જોવા મળે. એમનું નિરંતર પ્રભુભક્તિમય જીવન જોતાં એમ નિશ્ચય થાય કે અવશ્ય એમણે ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરી હશે ! - મહાત્મા ગાંધીજી જ્યારે કહેતા કે પોતે ૧૧૦ વર્ષ જીવવાના છે ત્યારે કેટલાકને એમાં અતિશયોક્તિ લાગતી. પરંતુ ૧૦૪મા વર્ષે પણ પિતાશ્રીની તન-મનની અભુત સ્વસ્થતા જોતાં એમ પ્રતીતિ થાય કે મહાત્મા ગાંધીજીનું આકસ્મિક અવસાન ન થયું હોત તો તેઓ જરૂર ૧૧૦ વર્ષ સારી રીતે જીવ્યા હોત. એક મત પ્રમાણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સો વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું અને છેવટ સુધી એમની લેખનપ્રવૃત્તિ ચાલુ રહી હતી. આ વાત અશક્ય નહિ હોય એમ જરૂર માની શકાય. પાર્શ્વનાથ ભગવાને પણ સો વર્ષનું સ્વસ્થ આયુષ્ય પૂર્ણ કર્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષથી પિતાશ્રીનું શરીર એવું દીપ્તિમંત રહેતું કે કાળ જાણે એમના દેહમાં સ્થગિત થઈ ગયો હોય અથવા આયુષ્ય સ્થિર થઈ ગયું હોય એવું લાગતું હતું. સાધ્વીજી થયેલાં અમારા એક કાકાનાં દીકરી બહેન પૂજય શ્રી નિપુણાશ્રીજી કહેતા કે “બાપુજીના શરીરમાં કાયાકલ્પ થઈ ગયો છે.” ૧૦૩ વર્ષ પૂરાં કરી ઉપર લગભગ સાત મહિના બાપુજીએ પસાર કર્યા હતા. આટલી મોટી ઉંમરે તેઓ લાકડીના ટેકા વગર ઘરમાં ચાલતા. છાપાં, પુસ્તકો નિયમિત વાંચતા. જાતે ટેલિફોન નંબર જોડી રોજ સ્વજનો સાથે વાત કરતા. તદ્દન અલ્પ પ્રમાણમાં પણ નિયમિત આહાર લેતા. સવારે છ વાગે ઊઠે ત્યારથી રાત્રે સાડા નવ-દસ વાગે સૂઈ જાય ત્યાં સુધી સતત બેઠેલા જ હોય. જરા પણ આડા પડ્યા ન હોય. સ્મૃતિ એટલી સતેજ કે અનેક નામો, વાતો, ઘટનાઓ બધું બરાબર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514