________________
૪૬૦
વંદનીય હૃદયસ્પર્શ અનુભવ થયો. આફતનાં જાણે વાદળાં ઊમટી આવ્યાં. આવડા બહોળા વેપારને ત્રણ લાખની ખોટની દૃષ્ટિએ સરભર કરવામાં વાર તો લાગે અને તે પણ કદાચ શક્ય બની શક્યું હોત, પરંતુ આવી ઘટના બને ત્યારે વ્યાજે પૈસા મૂકેલા હોય એ બધા લેણદારો એકસાથે પૈસા માટે દોડે. એટલે મુશ્કેલીનો પાર ન રહ્યો. બીજી બાજુ ગરજના વખતે વેપારીઓ પણ સસ્તામાં માલ પડાવી જાય. વેપારધંધા સંકેલાવા લાગ્યા. દેવાં ચૂકતે થવા લાગ્યાં. જિનો, જમીનો, ખેતરો, દુકાનો, સોનાના ઘરેણાં બધું વેચાતું ગયું. ચાર-પાંચ વર્ષમાં તો હાથપગે થઈ જવાયું. કેટલાક વેપારીઓનાં દેવાં પૂરેપૂરાં ચૂકતે થયાં, પરંતુ સગાંસંબંધીઓએ તથા બીજાં ઘણાંએ પોતાની રકમ લેવાની ના પાડીને કહ્યું, ‘તમે અમારા ઉપર ઘણો બધો ઉપકાર કર્યો છે. અમારા પૈસા એ કોઈ મોટી વાત નથી.” થોડાં વર્ષમાં બધું જ વેચાઈ ગયું. એકમાત્ર રહેવાનું ઘર બચ્યું હતું. એક સ્થાનિક ભાઈએ કોર્ટમાં દાવો કર્યો અને છેવટે એ ઘરની અંદર અમૃતલાલ બાપા જીવે ત્યાં સુધી રહેવાનો હક મળ્યો, પણ ઘરની માલિકી બદલાઈ ગઈ. બીજા બે-ત્રણ જણે પણ કોર્ટમાં દાવા કર્યા. અમૃતલાલ બાપાએ એ બધાનો સમતાપૂર્વક સામનો કર્યો. એક વખત કોર્ટના ન્યાયાધીશે ટકોર કરી કે “ઊલટતપાસમાં ફરિયાદી ત્રણ વાર જૂઠું બોલતાં પકડાયા છે અને પ્રતિવાદી અમૃતલાલને માથે આટલી બધી ઉપાધિ આવી પડી છે છતાં એક પણ વખત તેઓ જૂઠું બોલ્યા નથી.”
અમૃતલાલ બાપાએ પરિસ્થિતિની વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધો. સાદાઈ અને કરકસરભર્યું જીવન ચાલુ થઈ ગયું. જે જમાનામાં સાધારણ સ્થિતિના માણસો વરસે-બે વરસે પાદરાથી એકાદ વખત અમદાવાદ કોઈ પ્રસંગે જાય તે જમાનામાં એમના દીકરાઓ વેપાર અર્થે રોજેરોજ અમદાવાદ, ભરૂચ, અંકલેશ્વર સવારના જઈને સાંજે પાછા ફરતા હતા. પરંતુ આપત્તિ આવ્યા પછી સાત માઈલ દૂર વડોદરા જવાનું પણ સ્વપ્ન જેવું થઈ ગયું. એક બાજુ અનેક લોકોની સ્વાર્થી મનોવૃત્તિનો પરિચય થઈ ગયો તો બીજા કેટલાય એવા મિત્રો નીકળ્યા કે જેઓએ રોજ ઘરે આવીને બેસવાનો પોતાનો નિયમ છોડ્યો નહિ અને ઘણી હૂંફ આપ્યા કરી.
જ્યારે આવી મોટી આર્થિક આપત્તિ આવી ગઈ ત્યારે અમૃતલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org