________________
૪પ૦
વંદનીય હૃદયસ્પર્શ મેટ્રિક થયું હતું. ભણવામાં પણ હોશિયાર હતા. પરંતુ ઘરનો વેપારધંધો મોટા પાયે ચાલતો હતો એટલે ભણવાનું છોડી નાની વયે વેપારધંધામાં લાગી ગયા હતા. સાંજને વખતે તેઓ પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ કરતા. એમના વખતમાં પાઠશાળામાં શિક્ષક તરીકે ચોટીલાથી આવેલા ઊજમશી માસ્તર સંગીતના સારા જાણકાર હતા. બુલંદ સ્વરે હાર્મોનિયમ સાથે સ્તવનો ગાતા અને શીખવતા. પિતાશ્રીને એ રીતે પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ, જીવવિચાર, નવતત્ત્વ વગેરેની ગાથાઓ તથા દોઢસો જેટલાં સ્તવનો કંઠસ્થ થયાં તે આ ઊજમશી માસ્તરના પ્રતાપે. એ ઊજમશીભાઈએ પછી પૂ. નીતિસૂરિ પાસે દીક્ષા લીધી હતી અને મુનિ ઉદયવિજયજી અને પછી ઉદયસૂરિ થયા હતા. (શાસનસમ્રાટ પૂ. નેમિસૂરિના શિષ્ય ઉદયસૂરિ તે જુદા).
તે સમયે પાદરામાં જૈનોની વસ્તી મુખ્યત્વે નવઘરી, દેરાસરી, લાલ બાવાનો લીમડો, ઊંડું ફળિયું વગેરે શેરીઓમાં હતી. પાસે કંટિયારું નામનું તળાવ છે. સાત-આઠ દાયકા પહેલાંની પાદરાની જાહોજલાલીની વાત કંઈક જુદી છે. ગાયકવાડી રાજ્યમાં વડોદરાની નજીક આવેલું પાદરા એ તાલુકાનું મુખ્ય મથક. એના તાબામાં એકસોથી વધુ ગામ હતાં. એક ઐતિહાસિક સ્થળ તરીકે તથા એક સંસ્કારકેન્દ્ર તરીકે પાદરાનું નામ ત્યારે ઘણું મોટું હતું.
વડોદરાથી બારેક કિલોમીટર દૂર આવેલું પાદરા ગામ ઐતિહાસિક છે. અંગ્રેજો સામે ૧૮૫૭ના બળવામાં ભાગ લેનાર ક્રાંતિવીરોમાંના એક તાત્યા ટોપેની એ જન્મભૂમિ છે. એક બાજુ વિશ્વામિત્રી નદી અને બીજી બાજુ મહીસાગર નદીની પાસે પાદરા આવેલું છે.
૧૯૫૭માં જ્યારે ૧૮૫૭ના બળવાની શતાબ્દી ઊજવવામાં આવી હતી ત્યારે પાદરાના કવિ મણિલાલ મોહનલાલ પાદરાકરે પુણ્યભૂમિ પાદરા' નામની પંદરેક પાનાની નાની પુસ્તિકા પ્રગટ કરી હતી અને તેમાં તાત્યા ટોપેના જીવનનો પરિચય આપવા સાથે પાદરાની ભૂતકાળની પરિસ્થિતિનું શબ્દચિત્ર પણ દોર્યું હતું.
પિતાશ્રીના યૌવનકાળના સમયનું અને તે પૂર્વેનું પાદરા કેવું હતું તેનું વિષયાંતર થવા છતાં સંક્ષેપમાં અહીં વિહંગાવલોકન કરીશું.
દોઢસો વર્ષ પહેલાં પાદરાનું મૂળ નામ ટંકણપુર હતું. ત્યારે તો એ સાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org