________________
૪૩૧
અમારા પૂજ્ય શ્રી દોશીકાકા
આ ગોઠવણ પ્રમાણે કાકાના ડ્રાઈવર રમેશભાઈ બરાબર સાડાબારના ટકોરે લેવા આવ્યા. અમે – હું, મારાં પત્ની અને નિરુબહેન (સંઘનાં મંત્રી) તૈયાર હતાં. અમે જીપમાં બેસી ચિખોદરા પહોંચ્યાં.
| ચિખોદરા પહોંચીને હૉસ્પિટલની મુલાકાત લીધી. દોશીકાકાએ અમારું ભાવભીનું સ્વાગત કર્યું. હૉસ્પિટલમાં સરસ અતિથિગૃહ હતું. એટલે બીજા મિત્રોને લઈ આવીએ તો સગવડ સારી મળે. નીરવ શાંત વાતાવરણ, વૃક્ષો, મોરના ટહુકા વગેરેને કારણે ઉપવન જેવું લાગતું હતું. હોસ્પિટલ પણ અમે જોઈ. સાંજે ભોજન વખતે કાકાનાં ધર્મપત્ની મુ. ભાનુબહેને પણ ભાવથી પીરસ્યું. અમને એક સરસ Worth repeating, અનુભવ થયો. જીપ અમને અમદાવાદ સ્ટેશને સમયસર પહોંચાડી ગઈ. અમને એમ થયું કે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન આ સંસ્થાને સહાય કરવાની અપીલ કરવા જેવી છે.
ત્યાર પછી બીજા કેટલાક સભ્યો પણ ચિખોદરા જઈ આવ્યા. અમે યુવક સંઘની કાર્યવાહક સમિતિમાં કાકાની હૉસ્પિટલને સહાય કરવાનો નિર્ણય કર્યો. એ માટે ઘણી સારી રકમ એકત્ર થઈ. એ રકમ આપવાનો કાર્યક્રમ ચિખોદરામાં યોજાયો. એનો જે પ્રતિસાદ સાંપડ્યો અને પરિણામે દોશીકાકા સાથે એવો ગાઢ નાતો બંધાયો કે વરસમાં ચાર-પાંચ વખત ચિખોદરા ન જઈએ ત્યાં સુધી ગમે નહિ. દોશીકાકા અને ભાનુબહેન સાથે વડીલ સ્વજન હોય એવો સંબંધ બંધાઈ ગયો. - ત્યાર પછી અમારા યુવક સંઘના ઉપક્રમે ચિખોદરાની હૉસ્પિટલ દ્વારા વર્ષમાં ચાર-પાંચ વખત નેત્રયજ્ઞ યોજાવા લાગ્યા. એ માટે દાતાઓ તરફથી મળેલી રકમ અમે હૉસ્પિટલને પહોંચાડીએ છીએ. તદુપરાંત બીજી રકમો મોકલાવતા રહીએ છીએ. નેત્રયજ્ઞની તારીખો બે મહિના અગાઉ નક્કી થાય. કાકા સ્થળ જણાવે અને સાથે પૂછે કે “આ વખતે કયા તીર્થની જાત્રાએ જશો?'
મુંબઈથી અમે આઠ-દસ સભ્યો ચિખોદરા જઈએ અને ત્યાંથી નેત્રયજ્ઞના સ્થળે જઈએ. આ રીતે બાવીસ વર્ષ દરમિયાન અમારા સિત્તેરથી વધુ પ્રવાસ થયા હશે અને એટલી જ તીર્થયાત્રા થઈ હશે.
અમારા જૈન યુવક સંઘ તરફથી આ રીતે આણંદ, પંચમહાલ, વડોદરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org