________________
૪૩૪
વંદનીય હૃદયસ્પર્શ ચણે એ રંગબેરંગી મનોહર દશ્ય રળિયામણું અને શાંતિપ્રેરક લાગે. આણંદમાં ઉપાશ્રય બંધાવવા માટે ફંડ એકત્ર કરવામાં ભાનુબહેને ઘરે ઘરે ફરીને સારી મહેનત કરી હતી. આમ કાકાની અર્ધાગિની તરીકે ભાનુબહેને પણ પોતાના જીવનને સાર્થક કર્યું છે અને શોભાવ્યું છે.
- ત્યાર પછી દોશીકાકાએ અમદાવાદમાં રીલિફ રોડ ઉપર એક ડૉક્ટર મિત્રની ભાગીદારીમાં ‘હિંદ મિશન હૉસ્પિટલ” શરૂ કરી. આ હૉસ્પિટલમાં ફક્ત એક રૂપિયો ફી લઈ દર્દીને આંખની સારવાર કરી આપવામાં આવતી. દરમિયાન દોશીકાકા પૂ. રવિશંકર દાદાના ગાઢ પરિચયમાં આવતા ગયા. ૧૯૪૩માં આઝાદી પૂર્વે દાદાએ રાધનપુરમાં નેત્રયજ્ઞ યોજ્યો હતો અને એમાં દોશીકાકાને સેવા આપવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. દોશીકાકાને આ વખતે દાદાની સાથે રહેવાની અને એમની કામ કરવાની કુનેહનાં દર્શન થયાં. દર્દીઓની સ્ટ્રેચર રવિશંકર મહારાજ પોતે પણ ઉપાડતા. દાદાએ દોશીકાકાને શહેરને બદલે ગામડામાં જઈને લોકોની સેવા કરવાની ભલામણ કરી. એટલે દોશીકાકા અમદાવાદથી આણંદ અને બોચાસણ સેવા આપવા જવા લાગ્યા. પછીથી તો અમદાવાદ છોડીને આણંદમાં દવાખાનું કર્યું. પછી તેઓ દર શનિ, રવિ બોચાસણમાં નેત્રશિબિર યોજતા. એમાં એક પણ દર્દીને પાછો મોકલતા નહિ.
આમ દોશીકાકાની મફત નેત્રયજ્ઞોની પ્રવૃત્તિ વધતી ચાલી. ૧૦૦મો નેત્રયજ્ઞ વ્યારામાં થયો. ત્યાર પછી દોશીકાકાએ પોતાની આણંદની હૉસ્પિટલ, ટ્રસ્ટ બનાવી ટ્રસ્ટને સોંપી દીધી. હવે પોતાની અંગત મિલકત રહી નહિ. કાકાની પાસે પોતાની માલિકીનું મકાન, જમીન, મિલકત, બેંકમાં ખાતું વગેરે કશું જ નથી. કાકાને ઇન્કમટેક્ષ ભરવાનો હોતો નથી. કાકાએ પોતાનું જીવન સમાજને સમર્પિત કરી દીધું.
દોશીકાકાને ગાંધીજી, વિનોબાજી, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, પૂ. મોટા સ્વામી સચ્ચિદાનંદજી, ગંગાબા, દાંડીયાત્રાવાળા શ્રી કૃષ્ણજી વગેરે પાસેથી લોકસેવાની પ્રેરણા મળી છે. ડૉ. છોટુભાઈ પટેલ, શ્રી ગોરધનભાઈ ઠક્કર, ડૉ. પ્રો. ભાનુપ્રસાદ ચોકસી, રવિશંકર મહારાજના પુત્ર પંડિત મેઘવ્રત, ડૉ. ચંપકભાઈ મહેતા, ડૉ. મહેન્દ્રભાઈ મહેતા વગેરેનો સરસ સહકાર સાંપડ્યો છે. અહીં તો થોડાંક જ નામ આપ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org