Book Title: Vandaniya Hridaysparsh
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 447
________________ ૪૩૦ વંદનીય હૃદયસ્પર્શ બેસવાની જગ્યા મળી જાય. ન મળે તો વચ્ચે નીચે બેસી જાઉં છું. મને બેઠાં બેઠાં સારી ઊંઘ આવી જાય છે. ક્યારેય ખીસું કપાયું નથી. મારો દેખાવ જોઈને જ કોઈ ખીસું કાપવા ન લલચાય. જવા-આવવાની ટિકિટ હોય પછી વધારે પૈસા રાખતો નથી. કેટલાંયે શહેરોમાં સ્ટેશનથી રિક્ષા કે ટૅક્ષી, અનિવાર્ય ન હોય તો કરતો નથી. સ્ટેશનથી ચાલી નાખું છું.' ગુજરાતમાં અનેક ગામોમાં નેત્રયજ્ઞ ક૨વાને કારણે બસ કે ટ્રેનમાં કાકાને ઓળખનાર કોઈક ને કોઈક તો નીકળે જ અને જગ્યા આપવા તૈયાર હોય જ. વળી કાકા કહે કે ‘આ રીતે પ્રવાસ ક૨વાથી જનતાની વચ્ચે આપણને રહેવાનું મળે. આપણામાં મોટાઈ આવી ન જાય.’ પૂજ્ય દોશીકાકાનું નામ તો મુ. મફતકાકા અને અન્ય કેટલાક દ્વારા સાંભળ્યું હતું. પણ એમને મળવાનો સંયોગ પ્રાપ્ત થયો નહોતો. ૧૯૮૪ દરમિયાન એક દિવસ અમારા વડીલ, અમારા રેખા બિલ્ડિંગમાં રહેતા ભૂદાન કાર્યકર્તા શ્રી કીર્તનભાઈ ધારિયાનો ફોન આવ્યો કે, ‘દોશીકાકા અત્યારે અમારે ઘરે આવ્યા છે. તમને અનુકૂળતા હોય તો અમે મળવા આવીએ.’ મેં કહ્યું, ‘જરૂર આવો, ઘરમાં જ છું.' શ્રી કીર્તનભાઈ અને દોશીકાકા પધાર્યા. કીર્તનભાઈએ એમની ક્ષયનિવારણ અને ચિખોદરાની આંખની હૉસ્પિટલનો પરિચય આપ્યો.' વાતવાતમાં કાકાએ કહ્યું, ‘કોઈ વાર સમય કાઢીને અમારી આંખની હૉસ્પિટલ જોવા આવો.’ મેં કહ્યું, ‘હમણાં હું કપડવંજ પાસે ઉત્કંઠેશ્વર આવવાનો છું. પરંતુ ત્યાંથી ચિખોદરા આવવાનો સમય નહિ રહે, કારણ કે ત્યાંથી પાંચ વાગે બસમાં નીકળી અમદાવાદથી ટ્રેન પકડવાનો છું.’ કાકાએ કહ્યું, ‘તમને અનુકૂળ હોય તો તમે ભોજન કરી લો પછી સાડા બારે ઉત્કંઠેશ્વર તમારે માટે જીપ મોકલું. ત્યાંથી અઢી કલાકમાં ચિખોદરા આવી જાવ. પછી ચિખોદરા હૉસ્પિટલ જોઈ અને જમીને છ વાગે નીકળો તો અમારી જીપ તમને નવ વાગે અમદાવાદ સ્ટેશને પહોંચાડે. તમારી ટ્રેન રાતના દસ વાગ્યાની છે. તમને શ્રમ ન લાગતો હોય તો આ રીતે ગોઠવો.' મેં કહ્યું, ‘તમે આટલી બધી સગવડ કરી આપો છો તો પછી કેમ ન ફાવે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514