________________
સ્વ. કવિ બાદરાયણ
૪૨૧ હતા. ત્યાં બે અજાણ્યા માણસો જમવામાં ઘૂસી ગયેલા. યજમાને પૂછયું, ભાઈ, તમને ઓળખ્યા નહિ.” એટલે મહેમાનોએ કહ્યું, ‘ન ઓળખ્યા અમને ? આપણો તો બાદરાયણ સંબંધ છે.' યજમાન વિચારમાં પડી ગયા. પછી નમ્રતાથી પૂછયું, “બાદરાયણ સંબંધ એટલે શું ?' અમને સમજ ન પડી.” ત્યારે મહેમાનોએ કહ્યું, પુષ્મજં વૈરી દે, અષ્ણ વરી જ ! એટલે કે તમારા ઘરઆંગણામાં બદરી એટલે કે બોરડીનું ઝાડ છે અને અમારા ઘરે ગાડાનું જે પૈડું છે એ બોરડીના ઝાડના લાકડામાંથી બનાવ્યું છે. આ બંને બોરડીઓ મા દીકરી થાય.' - આ રીતે “બાદરાયણ સંબંધ' એક રૂઢપ્રયોગ બની ગયો.
બાદરાયણ વખતોવખત અમારા વર્ગમાં કોઈક સાહિત્યકારને લઈ આવતા. એ રીતે અમને વર્ગમાં ચંદ્રવદન મહેતા, જ્યોતીન્દ્ર દવે, સુંદરજી બેટાઈ વગેરેને સાંભળવાની તક મળી હતી. એમાં જ્યોતીન્દ્ર આવ્યા તે પ્રસંગ યાદ રહી ગયો છે. લાંબો કોટ, ધોતિયું અને ટોપી પહેરેલા જયોતીન્દ્રનો પરિચય આપતાં બાદરાયણે કહ્યું કે “એમનું શરીર એટલું બધું દૂબળું અને હાડકાં દેખાય એવું છે, જાણે કે તેઓ કોઈ દુકાળમાંથી ન આવ્યા હોય !”
જ્યોતીન્દ્ર-બાદરાયણની મૈત્રી એટલી ગાઢ હતી કે એમને કશું માઠું ન લાગે. પછી હાજરજવાબી જ્યોતીન્દ્ર બોલવા ઊભા થયા ત્યારે એમણે કહ્યું કે
બાદરાયણે મારો પરિચય આપતાં જે કહ્યું તે સાચું છે. હું દુકાળમાંથી આવ્યો હોઉં એવું લાગે છે. પણ તમને બાદરાયણનું શરીર જોઈને નથી લાગતું કે તેઓ ક્યાંક દુકાળ પાડીને આવ્યા છે.”
તેઓ બંનેની આ મજાક તો ત્યાર પછી તેઓ બંનેએ ઘણી સભાઓમાં કહી હતી.
બાદરાયણ સ્વભાવે લહેરી હતા. તેઓ મિત્રો સાથે હોય, વિદ્યાર્થીઓ સાથે હોય, જ્યાં હોય ત્યાં હાસ્યની છોળો ઊડતી. લહેરી સ્વભાવને કારણે જ તેમની કાયા હૃષ્ટપુષ્ટ રહેતી. તેઓ ભારે વજનવાળા હતા, પણ ચાલવામાં ધીમા નહોતા. આ લહેરી સ્વભાવને કારણે તેમનામાં ભૂલકણાપણું હતું. ક્યાંક જાય તો પોતાની ચીજવસ્તુ ભૂલી જાય કે કોઈને ઘણા દિવસ પછીનો સમય આપ્યો હોય તો ભૂલી જાય એવું બનતું. તેઓ સ્કૂલ કે કૉલેજનાં નાટકોમાં કે રેડિયો રૂપકોમાં ભાગ લેતા ત્યારે ક્યારેક સંવાદો ભૂલી જતા, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org