________________
૪૨૬
વંદનીય હૃદયસ્પર્શ એ માટે ચીફ મોડરેટર તરીકેની પોતાની સહી સાથે માર્ક્સમાં વધારો કર્યો હતો. પોતાના હાથે જ સહી કરી હતી એટલે બીજા કોઈ પુરાવાની જરૂર નહોતી. આ ગેરરીતિ પકડાતાં સજા થઈ હતી.
બાદરાયણના જીવનમાં આ સૌથી મોટો આઘાતજનક પ્રસંગ હતો અને આ ઘટના પછી એમના જીવનમાં વળતાં પાણી આવી ગયાં.
છાપાના આ સમાચાર પછી બીજે દિવસે તેઓ અમારો વર્ગ લેવા કૉલેજમાં આવ્યા હતા. દિવસ-રાત રડવાને કારણે એમની આંખો લાલ લાલ થઈ ગઈ હતી અને સૂજી ગઈ હતી. ચહેરા પરનું કાયમનું સ્મિત ઊડી ગયું હતું. એમના ચહેરાનું એ દૃશ્ય આજે પણ યાદ કરું તો નજર સામે તરવરે છે.
યુનિવર્સિટીએ કૉલેજને બાદરાયણને છૂટા કરવા માટે સૂચના આપી, પરંતુ અમારા પ્રિન્સિપાલ ફાધર કોઈનેએ (Coyne) યુનિવર્સિટીને વિનંતી કરી કે બાદરાયણને વર્ષ પૂરું કરવા દેવું કે જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે. એવી રીતે કબીબાઈ સ્કૂલે પણ રજા માગી અને બંનેની રજા એ માટે મંજૂર થતાં બાદરાયણ અમને વર્ષના અંત સુધી ભણાવવા આવતા, પણ હવે એમનો રસ ઊડી ગયો હતો.
ઝેવિયર્સ કૉલેજ અને કબીબાઈ હાઈસ્કૂલની નોકરી છોડ્યા પછી આજીવિકા માટે શું કરવું એ મોટો પ્રશ્ન હતો. એમની ઉંમર ચાલીસની થઈ હતી. સરસ મળતાવડા ઉદાર સ્વભાવને લીધે બાદરાયણનું મિત્રવર્તુળ મોટું હતું. વળી એમનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સંબંધ સારો હતો. બાદરાયણે વકીલાતનો અભ્યાસ કર્યો હતો. એટલે આજીવિકા માટે એમણે વકીલાત કરવાનું સ્વીકાર્યું. ધોળા ખાદીના કોટને બદલે એમણે કાળો કોટ પહેરવાનું શરૂ કર્યું. હાથમાં બ્રીફના કાગળો અને કાળો ઝભ્ભો લઈને તેઓ એસ્કેલેન્ડ કોર્ટમાં જતા. કોર્ટ અમારી કૉલેજની બાજુમા. એટલે કોઈક વાર રસ્તામાં મળી જતા. શરૂઆતના દિવસોમાં કૉલેજ પાસેથી પસાર થતાં તેઓ નિઃસાસો નાખતા. (બાદરાયણ છૂટા થયા પછી ઝેવિયર્સમાં પ્રો. મનસુખલાલ ઝવેરીની નિમણૂક થઈ હતી.)
બાદરાયણે પંદરેક વર્ષ વકીલાત કરી પરંતુ એમાં બહુ સારી બરકત ન હતી. કુટુંબ-નિભાવનો ખર્ચ પણ માંડ કાઢી શકતા. ક્યારેક આર્થિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org