________________
૪૫ સ્વ. કવિ બાદરાયણ
કવિ બાદરાયણ એટલે ભાનુશંકર બાબરભાઈ વ્યાસ. એમનું આ જન્મશતાબ્દી વર્ષ છે.
કવિ બાદરાયણનું જીવન એટલે ચડતી, પડતી અને ફરી પાછી ચડતીનું જીવન.
ભાનુશંકર વ્યાસનો જન્મ ઈ.સ. ૧૯૦૫માં મોરબીમાં (કે કચ્છમાં આધોઈમાં?) થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મોરબીમાં લીધું હતું અને ત્યારે મોરબીમાં હાઈસ્કૂલની સગવડ ન હોવાથી તેઓ રાજકોટ ગયા હતા અને ત્યાંની ઓફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક પાસ થયા હતા. વિદ્યાર્થી તરીકે તેઓ તેજસ્વી હતા એટલે ત્યાર પછી તેઓ કૉલેજના અભ્યાસ માટે મુંબઈ આવ્યા હતા. તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા હતા અને ત્યાર પછી ૧૯૩૦માં ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે એમ.એ. થયા હતા. એમ.એ.માં તેઓ નરસિંહરાવ દિવેટિયાના વિદ્યાર્થી હતા.
ત્યાર પછી એમણે વકીલાતના વિષયનો અભ્યાસ કરી એલએલ.બી.ની ડિગ્રી મેળવી હતી.
આઝાદી પૂર્વે મુંબઈ યુનિવર્સિટીનું ક્ષેત્ર એટલે આખો મુંબઈ ઇલાકો (પ્રેસિડન્સી), ઠેઠ કરાંચીથી કર્ણાટકમાં ધારવાડ સુધી. આજે જે એસ.એસ.સી.ની પરીક્ષા છે તે ત્યારે મેટ્રિકની પરીક્ષા કહેવાતી. સમગ્ર ઇલાકામાં મેટ્રિકની પરીક્ષા પણ યુનિવર્સિટી લેતી. ત્યારે કૉલેજ અને યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિષય ઘણો મોડો દાખલ થયો હતો. વળી આ વિષય દાખલ કરવાનો ક્રમ પણ વિપરીત હતો. પહેલાં એમ.એ.માં ગુજરાતી વિષય દાખલ થયો, ત્યાર પછી બી.એ.માં અને ત્યાર પછી ઇન્ટરમાં અને પછી ફર્સ્ટ ઇયરમાં. ત્યારે ગુજરાતી વિષયનાં પ્રશ્નપત્રો ઇંગ્લિશમાં છપાતાં અને વિદ્યાર્થીઓ જવાબ પણ ઇંગ્લિશમાં લખતા (સંસ્કૃતની જેમ). નરસિંહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org