________________
૪૧૪
વંદનીય હૃદયસ્પર્શ
તેઓ પોંડિચેરી રહેવા ગયા એ વાતની તેઓએ ખાસ કોઈને જાણ કરી નહોતી. તેઓને ત્યાં થોડો વખત તો સારું લાગ્યું, પણ ગાંધી-વિચારસરણી અને જીવનશૈલીવાળા તનસુખભાઈનો શ્રી અરવિંદના પોંડિચેરીમાં બહુ મેળ બેઠો નહિ. વળી ત્યાં તડકો પણ સખત પડતો, જે એમનાથી હવે સહન થતો નહિ. પોંડિચેરીના લોકો કાં તો ફ્રેન્ચ બોલે, કાં તો તામિલ બોલે, હિંદી કે ઇંગ્લિશ બોલનાર તો કોઈક જ નીકળે. એ રીતે પણ તેમને અનુકૂળતા ઓછી લાગતી. આથી તેમણે પોંડિચેરી છોડવાનું નક્કી કર્યું. પરંતુ મુંબઈ પાછા ફરવું નહોતું. છેવટે પૂનામાં સ્થિર થવાનું વિચાર્યું. ક્ષિતિજાએ પૂનામાં ઘર લઈ બધી વ્યવસ્થા કરી અને ૧૯૯૯માં તનસુખભાઈને પૂના લઈ આવી. આ રીતે તનસુખભાઈએ પૂનામાં પોતાનું શાન્ત જીવન શરૂ કર્યું. પૂનાના પોતાના નિવાસની ભાગ્યે જ તેમણે કોઈને જાણ કરી હતી.
નેવું વર્ષની ઉંમરે તનસુખભાઈ છાપાં નિયમિત વાંચતા. ટી.વી. જોતા, ફરવા જતા. પોતાનું શરીર સાચવતા. પોતાનું કામ બરાબર કરતા. સાબરમતી આશ્રમના વખતથી પડેલી ટેવ પ્રમાણે તેઓ સવારના ચાર વાગે ઊઠી જતા અને પ્રાર્થના કરતા. ત્યાર પછી તેઓ એક કલાક ધ્યાનમાં બેસતા. ક્યારેક સાંજે, દસ વાગે સૂતાં પહેલાં એક કલાક ધ્યાનમાં બેસતા. (એમનાં પત્ની વસંતબહેન પણ હયાત હતાં ત્યાં સુધી ધ્યાનમાં જોડાતાં.) નેવુંની ઉંમર પછી તનસુખભાઈ ઢીલા પડ્યા હતા. બહેન ક્ષિતિજાએ પોતાના પિતાની જીવનના અંત સુધી સારી સંભાળ રાખી હતી. તનસુખભાઈ એને કહેતા કે ‘તું મારી દીકરી છે, પણ તેં મારી માતાની જેમ સંભાળ રાખી છે.’ છેલ્લાં દોઢેક વર્ષથી તનસુખભાઈએ પોતાના દેહની મમતા છોડી દીધી હતી. તેમણે કોઈ પણ પ્રકારની દવા લેવાનું બંધ કરી દીધું હતું. તેઓ કહેતા કે પોતે પોતાનો દેહ હવે કૃષ્ણાર્પણ કરી દીધો છે. એમનું શરીર ધીમે ધીમે ઘસાતું જતું હતું.
ગાંધીવાદી તનસુખભાઈ કહેતા કે ‘આઝાદીની લડતના દિવસોમાં સૌ કોઈ ગાંધીજીને ‘બાપુ' કહેતા. કોઈ ‘ગાંધીજી' શબ્દ વાપરે તો અમને બહુ ખૂંચતું. હવે તો ઘણા મિ. ગાંધી કહે છે. તે અમને હૈયામાં છરી ભોંકાતી હોય એમ કઠે છે.'
ગાંધીજીના ગુજરાતમાં ગોધરાકાંડ અને ભયંકર કોમી રમખાણો થયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org