________________
૪૧ ૨
વંદનીય હૃદયસ્પર્શ જતા. બધા વચ્ચે વાતચીત ચાલતી હોય પણ તનસુખભાઈ એમના વિચારોની દુનિયામાં હોય. એક વખત તનસુખભાઈ મને મુંબઈ યુનિવર્સિટીના પ્રવેશદ્વારમાં જ મળી ગયા. સામાન્ય રીતે અમે ક્યાંય મળીએ તો ત્યાં જ ઊભા ઊભા નિરાંતે વાતો કરીએ. તે દિવસે પણ નિરાંતે વાત કરતા હતા ત્યાં કોઈ એવો વિષય આવ્યો કે તેઓ તરત બોલ્યા, “બસ, રમણભાઈ ! હવે હું વધારે વાત નહિ કરી શકું. હું વિચારે ચડી ગયો છું. મને હવે તમારી સાથે વાત કરવામાં મઝા નહિ આવે. માફ કરજો.' એમ કહી એમણે તરત વિદાય લીધી.
તનસુખભાઈ દક્ષિણામૂર્તિમાં હતા ત્યારે નાનાભાઈ ભટ્ટ, મૂળશંકર ભટ્ટ, મનુભાઈ પંચોલી (દર્શક), નટવરલાલ બુચ વગેરે મહાનુભાવો સાથે એક જ સંસ્થામાં એમને રહેવાનું મળ્યું હતું. એટલે એ સમયની કેટલીયે ઘટનાઓના તેઓ સાક્ષી હતા. દર્શકે “ઝેર તો પીધાં છે જાણી જાણી' નવલકથામાં કેટલાંક પાત્રોનું સર્જન અને પ્રસંગોનું આલેખન દક્ષિણામૂર્તિના અનુભવો પરથી કર્યું છે એમ તેઓ કહેતા. અમે કોઈ વાર એમને મળવા જઈએ ત્યારે હાથમાં “ઝેર તો પીધાં છે' નવલકથા લઈ અમુક ફકરા વાંચી એ કઈ ઘટના અને કઈ વ્યક્તિ પરથી લખાયા છે તે તેઓ બતાવતા.
જિદગીના છેલ્લાં વર્ષોમાં એમને મળવા જાઉં ત્યારે તેઓ સાબરમતી આશ્રમનાં સંસ્મરણો વાગોળતા. સ્વામી આનંદ, મહાદેવભાઈ દેસાઈ, ગુલઝારીલાલ નંદા વગેરે પોતાના સમકાલીનોની વાતો કરતા.
તનસુખભાઈ આવા પ્રકાંડ પંડિત અને સમર્થ સર્જક હોવા છતાં તેમનામાં પોતાની સિદ્ધિઓ માટે અહંકાર કે અભિનિવેશ જોવા મળતો નહિ. તેઓ નિવૃત્તિના સમયમાં રોજ સાંજે પાર્લાના સંન્યાસ આશ્રમમાં જઈને બેસતા. જે કંઈ ભજનકીર્તન કે કથાપ્રવચન ચાલતાં હોય તે સાંભળે. પોતે કવિ છે, લેખક છે, પ્રોફેસર છે, જાણકાર છે, ગાંધીજી સાથે રહેલા છે એવો દેખાવ એમણે ક્યારેય કર્યો નથી. એક સામાન્ય શ્રોતાજનની જેમ તેઓ બેસતા. કોઈની સાથે હળતા-ભળતા નહિ. કોઈને પોતાનો પરિચય આપતા નહિ, ઘણુંખરું તો ઘરેથી નીકળી ઘરે આવે ત્યાં સુધી કોઈની સાથે કશું જ બોલ્યા હોય નહિ, અલબત્ત, સંન્યાસ આશ્રમમાં મહામંડલેશ્વર શ્રી મહેશ્વરાનંદજી જો હોય તો ક્યારેક તેઓ એમની સાથે ચર્ચાવિચારણા કરતા. તેઓ કહેતા કે આ રીતે રોજ પોતે ચાલીને જતા અને ચાલીને પાછા આવતા. એમ કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org