Book Title: Vandaniya Hridaysparsh
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 428
________________ ૪૧૧ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ કરતી કુ. ક્ષિતિજા પણ માતાની માંદગીના સમાચાર જાણીને ભારત આવી ગઈ હતી. તનસુખભાઈ આખો દિવસ વસંતબહેનની પથારી પાસે શાન્તિથી બેસતા અને પ્રાર્થના કરતા. વસંતબહેને શાન્તિથી દેહ છોડ્યો હતો. તનસુખભાઈની દીકરી કુ. ક્ષિતિજાએ એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. તેણે બ્રિટિશ કાઉન્સિલમાં નોકરી સ્વીકારી હતી. ત્યાર પછી તે ટ્રાવેલ કંપનીમાં જોડાઈ હતી. પરંતુ એનું મન અધ્યાત્મમાં લાગી જતાં તેણે નોકરી છોડી દીધી હતી. તે કહેતી કે મારે માટે મારાં માતાપિતા એ જ મારા ગુરુદ્વય હતાં. તે કહેતી કે પિતાજીની કેટલીક શિખામણો જીવનભર કામ લાગે એવી છે, જેમ કે ક્યારેય જૂઠું બોલવું નહિ, કોઈની ખુશામત કરવી નહિ, આત્મશ્લાઘા કરવી નહિ, અપેક્ષા રાખવી નહિ, કોઈ વ્યક્તિ કે ધર્મની નિંદા કરવી નહિ, કોઈ રાજદ્વારી પક્ષમાં જોડાવું નહિ ને પોતાના અંતરાત્માને અનુસરવું.” મુંબઈની સિદ્ધાર્થ કૉલેજ એટલે મરાઠી બહુમતીવાળી કૉલેજ. એટલે ૧૯૫૯-૬૦માં જ્યારે મુંબઈ રાજયના વિભાજન માટેની અને “આમચી મુંબઈ માટેની ચળવળ ચાલેલી ત્યારે કેટલાક મરાઠી વિદ્યાર્થીઓ તનસુખભાઈને ગુજરાતી વિષયના અધ્યાપક હોવાને કારણે પજવતા હતા. તનસુખભાઈએ ક્ષમાભાવથી એ બધું સહન કરી લીધું હતું. પણ પછીથી એ પણ શાન્ત થઈ ગયું હતું. ૧૯૭૦માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ અને ૧૯૭૧માં તનસુખભાઈ કૉલેજમાંથી નિવૃત્ત થયા. એ પ્રસંગે ગુજરાતી વિભાગ તરફથી યોજાતા અધ્યાપક મિલનમાં અમે તનસુખભાઈ માટે નિવૃત્તિ-સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. તનસુખભાઈ કૉલેજમાંથી નિવૃત્ત થયા તે પછી એમણે અર્થપ્રાપ્તિ માટે બીજી કોઈ જવાબદારી લીધી નહિ. તેઓ નિવૃત્તિનો સમય ઘરમાં જ વાંચનલેખનમાં પસાર કરતા. હવે એમની પ્રકૃતિ પહેલાં જેવી મિલનસાર રહી નહોતી. બહુ જ ઓછા લોકોને તેઓ મળવા જતા અને બહુ ઓછા લોકો એમને મળવા આવતા. વસંતબહેન વ્યવહારમાં રહેતાં. પડોશીઓ સાથે પણ સારો સંબંધ રાખતો. નિવૃત્તિ પછી તનસુખભાઈ કેટલીયે વાર પોતાના વિચારોમાં ખોવાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514