________________
૪૦૯
સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ તકલીફ ચાલુ થઈ. એટલે તેઓ માર્ગદર્શન માટે પૂરતો સમય આપી શકતા નહોતા. આથી શોધપ્રબંધનું કામ મંદગતિએ ચાલતું હતું. ત્યાર પછી પાઠક સાહેબનું ૧૯૫૫માં અવસાન થયું. એટલે શોધપ્રબંધનું કામ વધુ વિલંબમાં પડ્યું. દરમિયાન યુનિવર્સિટીએ પ્રો. મનસુખલાલ ઝવેરીની પીએચ.ડી. માટે માર્ગદર્શક તરીકે નિમણૂક કરી. તનસુખભાઈને ગાઈડ બદલવાની વિધિ યુનિવર્સિટીમાં કરવી પડી. થિસિસનું બાકીનું કાર્ય પોતાના લગભગ સમવયસ્ક એવા મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન હેઠળ પૂરું કર્યું. ૧૯૫૭ના જૂનમાં એ શોધપ્રબંધ યુનિવર્સિટીને સુપ્રત કરવામાં આવ્યો અને એમને પીએચ.ડી.ની ડિગ્રી મળી.
ટાઇપ કરેલાં સાડા સાતસો પાનાંનો આ શોધપ્રબંધ તનસુખભાઈએ બહુ જહેમત ઉઠાવીને તૈયાર કર્યો હતો જે હજુ અપ્રકાશિત છે. (હાલ આની માત્ર બે જ નકલ છે – એક યુનિવર્સિટીમાં અને બીજી તનસુખભાઈની પોતાની, જે એમણે મુંબઈમાં મીઠીબાઈ કૉલેજને આપી દીધી હતી.)
લગભગ સાડાસાતસો પાનાંના આ શોધપ્રબંધમાં દલપતરામનાં જીવન અને કવનનો બહુ ઊંડાણથી અભ્યાસ થયો છે. કેટકેટલી વિગતો ઉપર નવો પ્રકાશ એમણે પાડ્યો છે. લગભગ પાંચ દાયકા પહેલાં લખાયેલો આ દળદાર મહાનિબંધ નષ્ટ થાય એ પહેલાં કોઈક વ્યક્તિ કે સંસ્થાએ સંપાદિત-સંક્ષિપ્ત કરીને છપાવવા જેવો છે.
૧૯૫૧માં હું મુંબઈની ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયો ત્યાર પછી તનસુખભાઈને વારંવાર મળવાનું થતું. ૧૯૫૫ પછી તેઓ પ્રો. મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરતા અને અમારી ઝેવિયર્સ કોલેજમાં તેઓ તે માટે આવતા. ટેલિફોન વ્યવહાર ત્યારે આટલો સલભ નહોતો. કેટલીયે વાર તેઓ આવ્યા હોય ત્યારે મનસુખભાઈને વર્ગમાંથી આવતાં વાર લાગે એમ હોય ત્યારે તનસુખભાઈની સાથે હું વાતે વળગતો. આ રીતે અમારો સંબંધ ગાઢ થયો હતો.
તનસુખભાઈને પ્રવાસનો ઘણો શોખ હતો. સત્યાગ્રહ આશ્રમમાં રહેનાર અને દાંડીયાત્રામાં ભાગ લેનાર માણસો ચાલવામાં જબરા હોય. તનસુખભાઈને હિમાલયનું અનેરું આકર્ષણ હતું. તેમણે બદ્રી-કેદાર, ગંગોત્રીજમનોત્રીની પગપાળા યાત્રા પાંચ વાર કરી હતી. તેઓ ભારતમાં અન્ય ઘણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org