________________
૪૧૦
વંદનીય હૃદયસ્પર્શ સ્થળે ફર્યા હતા અને રવીન્દ્રનાથના શાંતિનિકેતનમાં પણ રહ્યા હતા.
તનસુખભાઈએ મોટી ઉંમરે લગ્ન કર્યા હતાં. એમનાં પત્ની સૌરાષ્ટ્રના પત્રકાર, સ્વાતંત્ર્યસેનાની હરગોવિંદ પંડ્યા(પંડિતજી)ની સુપુત્રી વસંતબહેન ત્યારે એસ.એસ.સી.-મેટ્રિક થયેલાં. પરંતુ તનસુખભાઈએ સંકલ્પ કર્યો કે ઠેઠ એમ.એ. અને પીએચ.ડી. સુધી વસંતબહેનને પહોંચાડવાં. એ માટે એમણે વસંતબહેનને ઘરે અભ્યાસ કરાવવો શરૂ કર્યો. વસંતબહેન મુંબઈની ઇસ્માઇલ યુસુફ કૉલેજમાં વિદ્યાર્થિની તરીકે જોડાયાં. એમ કરતાં વસંતબહેન ગુજરાતી વિષય સાથે, બી.એ. અને પછી એમ.એ. થયાં. ત્યાર પછી એમણે પીએચ.ડી.નો અભ્યાસ ચાલુ કર્યો અને પછી પીએચ.ડી. પણ થયાં.
વસંતબહેને પણ શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો હતો. વળી એમનો કંઠ પણ મધુર હતો. એટલે તેઓ તનસુખભાઈની સાથે બેસીને ગાતાં. રેડિયો, ટી.વી. પરના શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો પણ તેઓ રસથી સાંભળતાં-જોતાં.
વસંતબહેન પીએચ.ડી. થયાં તે પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ગુજરાતી વિષયના લેક્ઝરર તરીકે એમની નિમણૂક થઈ હતી. સરકારી તંત્રમાં પહેલી નિમણૂક કામચલાઉ તરીકે કરવામાં આવે છે. પછી એ નિમણૂક પાકી કરતાં વર્ષો લાગી જાય. ત્યારે ફરી જાહેરખબર અને ફરી ઇન્ટરવ્યુનું ચક્ર ચાલે. વસંતબહેને ત્યાં ત્રણ વર્ષ અધ્યાપન કર્યા પછી, એ લેક્યરચના હોદ્દાની જાહેરખબર અપાઈ એટલે વસંતબહેને અરજી કરી. પછી ઈન્ટરવ્યુ ગોઠવાયા. એ વખતે તાજી એમ.એ. થયેલી એક વિદ્યાર્થીએ પણ અરજી કરી હતી અને તેની લાગવગ ઘણી હતી. જ્યારે ઇન્ટરવ્યુ લેવાના હતા ત્યારે પસંદગીસમિતિમાં સરકારે મારી પણ નિમણૂક કરી હતી. ઇન્ટરવ્યુ પૂરા થયા પછી સમિતિના બીજા બે સભ્યોએ આ નવી વિદ્યાર્થીની માટે જોરદાર આગ્રહ કર્યો. મને થયું કે આમાં વસંતબહેનને અન્યાય થશે અને એમની નોકરી જશે. મેં પણ વસંતબહેનના પક્ષે જે મહત્ત્વનાં કારણો હતાં તે આગ્રહપૂર્વક રજૂ કર્યા. સરકારના પ્રતિનિધિએ મારી વાત મંજૂર રાખી અને એ અંગેના નિયમો બતાવ્યા. આથી પેલા બે સભ્યો વધુ બોલી ન શક્યા. પરિણામે વસંતબહેનની નોકરી બચી ગઈ હતી. તેઓ નિવૃત્ત થયાં ત્યાં સુધી એ કૉલેજમાં જ ભણાવતાં રહ્યાં હતાં. નિવૃત્તિ પછી થોડા વખતમાં જ લિવરમાં કેન્સરની બીમારીને કારણે તેઓ અવસાન પામ્યાં હતાં. એમના છેલ્લા દિવસોમાં વિદેશમાં અભ્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org