________________
૨૫ કાન્તિલાલ કોરા
જૈન સમાજની ખ્યાતનામ સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ભૂતપૂર્વ મહામાત્ર શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરાનું તા. ૨૧મી મે ૧૯૯૧ના રોજ મુંબઈમાં અવસાન થતાં વિદ્યાલયે પોતાનો એક આધારસ્તંભ અને જૈન સમાજે એક વિશિષ્ટ સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યો છે. જીવનના પાંચ દાયકાથી વધુ સમય એકજ સંસ્થાના વિકાસમાં પોતાનાં સમય અને શક્તિ આપવાં એ વિરલ ઘટના છે. વળી પાંચ દાયકા સુધી કામ કરવાની શક્તિ ટકી રહેવી એ પણ સદ્ભાગ્યની વાત છે.
સ્વ. કોરાસાહેબનો મારા પ્રત્યેનો પ્રેમ એક વત્સલ પિતા જેવો હતો. ૧૯૪૪માં વિદ્યાલયમાં હું વિદ્યાર્થી તરીકે જોડાયો ત્યારથી અમારો સ્નેહસંબંધ ઉત્તરોત્તર ગાઢ થતો રહ્યો હતો. અમારા રસના વિષયો જૈન સાહિત્ય અને ઇતિહાસના સમાન હતા એથી પણ પરસ્પર આત્મીયતા વધતી રહી હતી.
વિદ્યાલના મંત્રી તરીકે બે વર્ષ મેં કાર્ય કર્યું ત્યારે કોરાસાહેબને ફોનથી અથવા રૂબરૂ અઠવાડિયામાં ત્રણ-ચાર વાર મળવાનું થતું. મારાં સમય અને શક્તિ નાનાં નાનાં વહીવટી કાર્યોમાં વપરાઈ જાય છે તેને બદલે લેખનઅધ્યયનમાં વપરાય તો સારું એ પ્રત્યે તેઓ વારંવાર મારું ધ્યાન દોરતા અને તેથી જ એ વહીવટી જવાબદારીમાંથી હું વેળાસર મુક્ત થઈ શક્યો હતો.
કોરાસાહેબે યુવાન વયે ઈ. સ. ૧૯૩૭માં મહાવીર જૈન વિદ્યાલયમાં ગૃહપતિની જવાબદારી સ્વીકારી હતી. વિદ્યાલયના આદ્યમંત્રી અને પ્રાણસમાં શ્રી મોતીચંદભાઈ કાપડિયાએ કોરાસાહેબની શક્તિને સારી રીતે પિછાણી હતી અને તેથી જ તેઓ કોરાસાહેબને વિદ્યાલયમાંથી ખસવા દેતા નહોતા. મોતીચંદભાઈ દ્વારા કોરાસાહેબ પ. પૂ. શ્રી વલ્લભસૂરિના પરિચયમાં આવ્યા હતા અને એમણે કોરાસાહેબને જીવનપર્યત વિદ્યાલયની સેવા કરવાની આશિષ આપી હતી. આથી વિદ્યાલય એ કોરાસાહેબનું જીવનક્ષેત્ર બની ગયું હતું. પાંચ દાયકામાં હજારો વિદ્યાર્થીઓના સંપર્કમાં તેઓ આવ્યા અને તેમના માર્ગદર્શક બન્યા. વકીલો, દાક્તરો, ઇજનેરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org