________________
૨૨૮
વંદનીય હૃદયસ્પર્શ પણ વર્ષોના મહાવરાને લીધે સમયની પૂરી ખબર એમને રહેતી.
જોહરીમલજીએ ધીમે ધીમે આહાર ઉપર વિજય મેળવ્યો હતો. તેમણે આરંભમાં નવકારશી તથા ચોવિહાર ચાલુ કરી દીધાં હતાં. ત્યાર પછી બે ટંક આહાર સિવાય કશું જ ન લેવું, એ રીતે કાયમનાં બેસણાં જેવું વ્રત અંગીકાર કર્યું હતું. પછી તેમણે એક ટંક આહાર લેવાનું ચાલુ કર્યું. એક ટંક આહાર પણ તેમણે એક પાત્રમાં થોડી વાનગીઓ લઈ, તે બધાનું મિશ્રણ કરી દિગંબર સાધુની જેમ ઊભાં ઊભાં લેવાનું ચાલુ કર્યું. પોતે પ્લાસ્ટિકનું મોટા ટંબલર જેવું એક સાદું વાસણ રાખે. એમાં બધું ભેળવી આ આહાર વાપરી લે અને એમાં પાણી લઈને પીએ. આ રીતે વર્ષો સુધી તેઓ એક ટંક જ આહાર લેતા, છતાં તેમની શક્તિ સચવાઈ રહેતી. વસ્તુતઃ ઓછા આહારથી એમને ક્યારેય અશક્તિ વરતાઈ નહોતી. છેલ્લાં બેએક વર્ષથી તેમણે એક દિવસ ઉપવાસ અને એક દિવસ એક ટંક આહાર એ પ્રમાણે પોતાની દિનચર્યા ગોઠવી દીધી હતી. આ રીતે અડતાલીસ કલાકમાં તેઓ ફક્ત એક જ વખત ઊભા ઊભા આહાર કરી લેતા. એ અંગે મેં એમને પૂછ્યું હતું ત્યારે કહ્યું હતું કે હવે બે દિવસમાં એક જ વાર આહાર લેતો હોવાથી, જયારે આહાર લેવાનો થાય ત્યારે પહેલાં કરતાં સહેજ વધારે આહાર લેવાય છે કે જેથી બે દિવસ સુધી શક્તિ બરાબર જળવાઈ રહે છે. ઉપવાસને દિવસે તેઓ પાણી રોજ કરતાં થોડું વધારે પી લેતા. પ્રવાસમાં હોય તો કાચું પાણી પણ વાપરી લે.
સાધુની દિનચર્યાની જેમ જોહરીમલજીને શૌચાદિ ક્રિયા માટે પણ બહાર ખુલ્લામાં જવાનું વધુ ગમે. શહેરમાં હોય અને આસપાસ શૌચાદિ માટે સગવડ ન હોય તો સંડાસ વગેરેનો ઉપયોગ કરતા. અન્યથા તેઓ ચુસ્ત નિયમ પાળતા. દિગંબર સાધુની જેમ તેઓ એક વખત શૌચાદિ માટે બહાર જતા. સામાન્ય રીતે તે સિવાય બીજી વાર લઘુનીતિ માટે પણ જવાની જરૂર પડતી નહિ. રોજ એક ટંક આહારના બદલે આંતરે દિવસે ઉપવાસ એમણે ચાલુ કર્યા ત્યારપછી શૌચક્રિયા માટે રોજ એક વાર જવું પડતું. કેટલાક સાધુઓ એકાંતરે ઉપવાસ ચાલુ કરે પછી શૌચક્રિયા પણ એકાંતરે થતી હોય છે. પરંતુ જોહરીમલજી સાથેની વાતચીતથી જાણવા મળ્યું કે એકાંતરે ઉપવાસ કરવા છતાં પોતાની શૌચક્રિયા પહેલાંની જેમ જ રોજેરોજ નિયમિત રહેતી.
પોતાના મસ્તકના અને મૂછદાઢીના વાળનો તેઓ લોચ કરતા અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org