________________
૨૭૨
વંદનીય હૃદયસ્પર્શ મેળવ્યા વગર તેઓ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ કે અનુસ્નાતક સંસ્થાના ડિરેક્ટરના પદ સુધી પહોંચી શક્યા હતા. ને પીએચ.ડી.ના માર્ગદર્શક તથા પરીક્ષક પણ રહી ચૂક્યા હતા. અંગ્રેજી ભણ્યા ન હોવા છતાં મહાવરાથી તેઓ અંગ્રેજીમાં લખાયેલા ગ્રંથો અને સામયિકો વાંચતા રહ્યા હતા ને અંગ્રેજીમાં લેખો પણ લખતા રહ્યા હતા. આવી ઘણી બધી સિદ્ધિઓને કારણે જ ભારત સરકારે એમને ‘પદ્મભૂષણ'નો ઇલકાબ આપ્યો હતો.
હું જયારે જયારે અમદાવાદ જાઉં ત્યારે એલ. ડી.માં દલસુખભાઈને મળવા માટે જવાનું મારે અચૂક રહેતું. એક જ વિષયના રસને લીધે આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિના સમાચાર એમની પાસેથી મળતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની જૈન સાહિત્યને લગતી કાર્યવાહીમાં કે સમિતિમાં એમની સાથે મને કામ કરવા મળ્યું હતું. હું શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રીપદે હતો ત્યારે એમના જાહેર અભિવાદનનો કાર્યક્રમ પણ અમે યોજયો હતો.
ઈ. સ. ૧૯૭૭માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયે જૈન સાહિત્ય સમારોહ યોજવાનું ઠરાવ્યું હતું અને એના સંયોજનની જવાબદારી મને સોંપી હતી. પ્રથમ સમારોહ મુંબઈમાં શ્રી કે. કા. શાસ્ત્રીના પ્રમુખપદે યોજાયો હતો અને એમાં તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે દલસુખભાઈ હતા. આ પ્રથમ સમારોહ વખતે એમનું માર્ગદર્શન મને ઘણું કામ લાગ્યું હતું. ત્યાર પછી સમારોહ અમે દલસુખભાઈના પ્રમુખપદે યોજ્યો હતો. ત્યારે એમણે મનનીય પ્રવચન આપ્યું હતું. એમની વિદ્વત્તા, જાણકારી, સરળતા, નિખાલસતા, તટસ્થતાની સૌ કોઈને પ્રતીતિ થયા વગર રહે નહિ. આ સમારોહપછી તેઓ મહુવા, સોનગઢ, સૂરત, ખંભાત,પાલનપુર વગેરે સ્થળે પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રતિવર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેઓ ઘણી વાર વ્યાખ્યાન આપવા માટે પધારતા. આ વ્યાખ્યાનમાળાનું સુકાન જ્યારે મને સોંપાયું ત્યારે હું પણ એમને એ માટે નિમંત્રણ આપતો. પણ પછી મોટી ઉંમરને કારણે તેઓને કલાકનું પ્રવચન આપવું ગમતું કે ફાવતું નહિ. વળી પોતાને જે કહેવાનું હોય તે બધું પોતે અગાઉ કહી દીધું છે એટલે પણ એમને ગમતું નહિ. એક વખત તો સભામાં જ તેમણે એ પ્રમાણે નિવેદન કરેલું અને વ્યાખ્યાનનું નિમંત્રણ સ્વીકારવાનું બંધ કરેલું. ત્યાર પછી તેઓ સભાઓમાં પ્રાસંગિક વક્તવ્ય પાંચ-પંદર મિનિટ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org