________________
૨૭૬
વંદનીય હૃદયસ્પર્શ ઝેવિયર્સ કૉલેજમાં ફિલૉસોફીના પ્રોફેસર તરીકે જોડાયા હતા. બીજું વિશ્વયુદ્ધ ન થયું હોત અને ભારતમાં બ્રિટિશ સરકારની નીતિ ન બદલાઈ હોત તો કદાચ ફાધર બાલાગેર ભારતમાં આવ્યા હોત કે કેમ તે પ્રશ્ન છે.
ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યા પછી ફાધરે મુંબઈના રોમન કેથોલિક ખ્રિસ્તીઓના વિકાસ જનરલતરીકે કામ કર્યું. ત્યાર પછીથી ૧૯૪૯માં તેઓ ઝેવિયર્સ કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે જોડાયા.
ઝેવિયર્સ કૉલેજના વિનયન શાખાના દરેક વિષયમાં બી.એ.માં કૉલેજમાં પ્રથમ આવનાર અને એમ.એ.નો અભ્યાસ ચાલુ રાખનાર વિદ્યાર્થીને બે વર્ષ માટે ફેલોશિપ મળતી હતી. બી.એ.માં ૧૯૪૮માં કૉલેજમાં ગુજરાતી વિષયમાં પ્રથમ આવવાને પરિણામે ગુજરાતી વિષયની ફેલોશિપ મને મળી હતી. ફેલો તરીકે મારી નિમણૂક થઈ ત્યારે ફાધર કોઈન (Coyne) અમારા આચાર્ય હતા. બીજે વર્ષે, ૧૯૪૯માં ફાધર બાલાશેરની નિમણૂક આચાર્ય તરીકે થઈ. ફાધર બાલાગેરે આવતાંની સાથે કેટલાક ફેરફારો કર્યા. તેમાંનો એક ફેરફાર ફેલોશિપને લગતો હતો. ફેલોશિપ બે વર્ષ માટે નહિ, પણ એક વર્ષ માટે આપવી, જેથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળે. ફેલોશિપની રકમ નાની હતી, પણ મારે માટે તે બહુ કામની હતી. ફાધરે બીજા ફેલોની જેમ મને પણ મળવા બોલાવ્યો. બીજા વર્ષમાં મારી ફેલોશિપ બંધ થાય છે એમ જણાવ્યું. મેં ફાધરને કહ્યું કે, “ફેલોશિપ મળી એટલે મેં એમ.એ.નો અભ્યાસ ચાલુ રાખ્યો. હવે તમે અધવચ્ચેથી ફેલોશિપ પાછી લઈ લો તો મારે તો અભ્યાસ છોડીને નોકરી કરવી પડશે. ફેલોશિપ વગર હું અભ્યાસ ચાલુ રાખી શકું તેમ નથી. મારી વિનંતી છે કે જે ફેરફાર તમારે કરવો હોય તે આવતા વર્ષથી અગાઉથી વિદ્યાર્થીઓને જાણ કરીને કરવો જોઈએ. મારી જેમ બીજા ફેલોએ પણ આ પ્રમાણે રજૂઆત કરી. છેવટે ફાધરે એ વર્ષે ફેલોશિપમાં ફેરફાર કરવાનું માંડી વાળ્યું. ફેલોશિપનો પ્રશ્ન આમ સંતોષકારક રીતે પતી ગયો, પરંતુ ફેલોશિપના પ્રશ્નના નિમિત્તે ફાધરના નિકટના પરિચયમાં આવવાનું મારે થયું એ મોટો લાભ મારે માટે હતો.
કૉલેજના આચાર્ય તરીકે જવાબદારી સ્વીકારી લીધા પછી ફાધર બાલાગેરે કૉલેજમાં કેટલાક મહત્ત્વના ફેરફારો કર્યા. એમણે કૉલેજને વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતી કરી દીધી અને સાથે સાથે શૈક્ષણિક દૃષ્ટિએ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org