________________
ડૉ. ભોગીલાલ સાંડેસરા
૨૯૭
ઠીક ઠીક વિચારણા થતી એ તો ખરું જ, પણ ડૉ. સાંડેસરા સાથે આખો દિવસ ગાળવા મળતો એ મારે માટે વિશેષ લાભની વાત હતી. અમારા રસના વિષયો સમાન હતા. એટલે એક પીઢ અનુભવી પ્રધ્યાપક પાસેથી ઘણી જાણકારી મળતી અને વ્યવહારુ માર્ગદર્શન મળતું.
ડૉ. સાંડેસરાના આગ્રહથી એમ. એસ. યુનિવર્સિટીના એમ.એ.માં ગુજરાતી વિષયના પરીક્ષક તરીકે કેટલાંક વર્ષ માટે કામ કરવાનું થયું હતું. મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા પછી મેં યુનિવર્સિટીઓમાં બી.એ. કે એમ.એ.ની પરીક્ષાનાં કાર્યો સ્વીકારવાનું છોડી દીધું હતું. પરંતુ એક દિવસ અચાનક ડૉ. સાંડેસરાનો વડોદરાથી ફોન આવ્યો. કોઈક પરીક્ષકે છેલ્લી ઘડીએ સંજોગોની પ્રતિકૂળતાને કા૨ણે એમ.એ.ના ગુજરાતી વિષયની પરીક્ષાનું કાર્ય છોડી દીધું હતું. દિવસ ઓછા હતા અને પ્રશ્નપત્રો તરત કાઢવાના હતા. ડૉ. સાંડેસરા જાણતા હતા કે હું પરીક્ષાનું કાર્ય સ્વીકારતો નથી. તેમ છતાં તેમણે ફોન કરી મને અત્યંત આગ્રહ કર્યો અને ફોન ઉપર જ મારે સંમતિ આપવી પડી. એમણે સોંપેલા પ્રશ્નપત્રો તરત તૈયા૨ કરીને હું વડોદરા પહોંચ્યો. એ વખતે અમારી સાથે પરીક્ષક તરીકે ડૉ. જશભાઈ કા. પટેલ હતા. તેઓ પરીક્ષકની મીટિંગમાં એક એક પ્રશ્નપત્રમાં શબ્દે શબ્દે ચર્ચા કરતા અને કેટલાક શબ્દોમાં ફેરફાર કરાવતા. સદ્ભાગ્યે મારા બંને પ્રશ્નપત્રોમાં એક પણ શબ્દ ફેરવવો પડ્યો ન હતો. મારું તો એ વિશે ધ્યાન નહોતું ગયું. પરંતુ બેઠકના અંતે ડૉ. સાંડેસરા બોલ્યા કે ‘આપણા બધાના પ્રશ્નપત્રોમાં એક રમણભાઈના પ્રશ્નપત્રમાં કોઈ શબ્દ બદલવાની જરૂર પડી નથી.’ આ અભિપ્રાય સાંભળીને મને ખૂબ આનંદ થયો. પરંતુ મેં કહ્યું કે, ‘આ બધું તો અમારા વડીલોની તાલીમના પરિણામે છે. મુંબઈ યુનિવર્સિટીમાં બહુ નાની ઉંમરમાં મને એમ.એ.ની પરીક્ષાનું કામ મળ્યું હતું અને પહેલી વાર હું મારા પ્રશ્નપત્રો તૈયા૨ કરીને ગયો હતો. તે વખતે રામપ્રસાદ બક્ષી, મનસુખલાલ ઝવેરી, અનંતરાય રાવળ, સુંદરજી બેટાઈ વગેરે પીઢ પરીક્ષકો મારી સાથે હતા. મારા એકેએક પ્રશ્નમાં તેઓએ એટલા બધા શાબ્દિક સુધારા કરાવ્યા હતા કે હું ખરેખર શરમાઈ ગયો હતો. પરંતુ એને લીધે જ બીજે વર્ષે હું એવી તૈયારી કરીને ગયો હતો કે મારા પ્રશ્નપત્રોમાં તેઓને કશો ફેરફાર કરવાની આવશ્યકતા જણાઈ નહિ. આ રીતે વડીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org