________________
૪૦ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા :
જીવન અને લેખન
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા (ઈ.સ. ૧૮૯૪–૧૯૭૯) એટલે જૈન સાહિત્ય-સંશોધનના ક્ષેત્રે વીસમી સદીમાં થઈ ગયેલી એક વિરલ વિભૂતિ. જેમણે કૉલેજ કે યુનિવર્સિટીની કક્ષાએ પ્રાકૃત-અર્ધમાગધીનો વિષય નહોતો લીધો છતાં કૉલેજ અને યુનિવર્સિટીની કક્ષાએ એ વિષયનું અધ્યાપનકાર્ય કર્યું હતું, જેઓ પોતે પીએચ.ડી. થયા નહોતા છતાં પીએચ.ડી.ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક બન્યા હતા અને ડિ.લિ.ની ડિગ્રી માટે નિર્ણાયક (રેફરી) બન્યા હતા; જેમણે સિત્તેરથી વધુ ગ્રંથો અને એક હજારથી વધુ લેખો લખ્યા હતા; જેઓ રણજિતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન કે વિભાગીય પ્રમુખસ્થાન કે ઓરિએન્ટલ કૉન્ફરન્સનું પ્રમુખસ્થાન કે પ્રાકૃત-અર્ધમાગધી વિભાગનું પ્રમુખસ્થાન અધિકારપૂર્વક પ્રાપ્ત કરી શક્યા હોત; પરંતુ માન-સત્કાર કે એવાં પદો માટે હંમેશાં નિઃસ્પૃહ અને અલિપ્ત રહ્યા હતા, તથા એ માટે ક્યારેય આયાસ કર્યો નહોતો કે આકાંક્ષા સેવી નહોતી, એવા પ્રો. હીરાલાલભાઈએ પોતાનું સમગ્ર જીવન સતત આર્થિક સંઘર્ષોની વચ્ચે વિદ્યાવ્યાસંગને માટે સંપૂર્ણપણે સમર્પિત કરી દીધું હતું. માત્ર જૈન સાહિત્ય જ નહિ, ઇતર સાહિત્યનો અને સાહિત્યેતર વિષયોનો એમનો અભ્યાસ ઘણો ઊંડો હતો. એમની પ્રતિભા એવી બહુમુખી હતી કે કોઈ પણ વિષયમાં એમને અચૂક રસ પડે જ અને એવા વિષય પર પોતે ઉચ્ચસ્તરીય લેખ લખી શકે. એમનું સાહિત્ય વાંચતાં આશ્ચર્ય થાય કે અહો, એમણે કેટલા બધા વિષયોનું કેટલું બધું વાંચ્યું છે! પાને પાને એમણે સંદર્ભો આપ્યા જ હોય. આટલું બધું એમણે ક્યારે વાંચ્યું હશે ? એવો પ્રશ્ન થાય. એમની સાથે કોઈ પણ વિષયની વાત કરીએ તો જાણે માહિતીનો સ્ત્રોત વહેવા લાગે. એમાં પણ એમની ચીવટ અને ચોકસાઈ એટલી બધી કે આપણે એ માટે એમના ઉપર સંપૂર્ણપણે આધાર રાખી શકીએ. મારું એ સદ્ભાગ્ય રહ્યું છે કે એમના ઘનિષ્ઠ સંપર્કમાં આવવાની મને તક મળી છે અને એમની પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org