________________
સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ
એમની જાણે એક ગ્રંથિ બની ગઈ હતી.
તનસુખભાઈ અમદાવાદ છોડી મુંબઈ આવ્યા ત્યારથી તે તેઓ ૧૯૯૭માં પોંડિચેરી ગયા ત્યાં સુધી હું એમના સંપર્કમાં રહ્યો હતો. તેઓ પોતાની અંગત વાતો મને કરતા અને કોઈ પ્રશ્ન હોય તો મારી સાથે વિચારવિનિમય કરતા.
મહાત્મા ગાંધીજીનાં દૂરથી થોડીક ક્ષણો માટે દર્શન કરવાની તક મળે તો પણ માણસ પોતાને ભાગ્યશાળી માને એવા એ દિવસોમાં જો ગાંધીજીની સાથે સતત સાત-આઠ વર્ષ રહેવા મળ્યું હોય તો એવી વ્યક્તિ તો કેટલી બધી ભાગ્યશાળી ગણાય. તનસુખભાઈ ભટ્ટ એવા ભાગ્યશાળી હતા કે જેમને ગાંધીજી નામ દઈને બોલાવતા, છતાં તનસુખભાઈનાં વાણી-વર્તનમાં ક્યારેય એ વિશે હુંપદનો રણકાર સાંભળવા મળ્યો નથી.
તનસુખભાઈ મહાત્મા ગાંધીજી સાથે ૧૯૩૦માં દાંડીયાત્રામાં પણ જોડાયા હતા.
૪૦૩
તનસુખભાઈએ ‘દાંડીયાત્રા’ નામનું કાવ્ય લખ્યું ન હોત તો ૧૯૩૦માં ગાંધીજીએ સાબરમતી આશ્રમ(સત્યાગ્રહ આશ્રમ)માંથી પોતાના સાથીદાર તરીકે જે ૮૦ જેટલી ખડતલ વ્યક્તિઓની પસંદગી કરી હતી તેમાં ઓગણીસ વર્ષના તનસુખભાઈ પણ હતા એની આપણને ખબર હોત કે કેમ એ પ્રશ્ન છે.
તનસુખભાઈનો જન્મ ૨૧મી માર્ચ ૧૯૧૧માં સૌરાષ્ટ્રમાં વેકરિયા ગામમાં થયો હતો. એમની માતાનું નામ પાર્વતીબહેન. એમના પિતાનું નામ પ્રાણશંકર ભટ્ટ. પ્રાણશંકર ભટ્ટને ત્રણ પુત્રો હતા – હરિહર, તારાનાથ અને તનસુખ. પ્રાણશંકર પોતે સુશિક્ષિત હતા અને એમણે પોતાનાં ત્રણે સંતાનોને સારી કેળવણી આપી હતી. તેઓ આધુનિક વિચારધારાના હતા. એમણે પોતાના એક દીકરાનું નામ બંગાળી રાખ્યું હતું તારાનાથ. એમણે તનસુખભાઈને થોડો વખત કાશી મોકલ્યા હતા, સંસ્કૃત ભાષા ભણવાને માટે.
નવ-દસ વર્ષની ઉંમરે તનસુખભાઈ ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમમાં વિદ્યાર્થી તરીકે જોડાયા હતા. એમના મોટા ભાઈ હિરહર ભટ્ટ પણ ત્યારે ત્યાં શિક્ષક તરીકે કામ કરતા હતા. રિહર ભટ્ટે ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેઓ ‘એક જ દે ચિનગારી, મહાનલ', એ કાવ્યથી જાણીતા થયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org