________________
૩૮૭
સ્વ. ભંવરલાલજી નાહટા પ્રબુદ્ધ જીવનમાં પ્રકાશિત થયેલા કેટલાક લેખોના અનુવાદ કરીને એમણે કુશલનિર્દેશ'માં પ્રગટ કર્યા હતા.
નાહટાજીનો પહેરવેશ તદ્દન સાદો હતો. પહેરણ અને ધોતિયું, ક્યારેક ઉપર લાંબો કોટ હોય. બહાર ઉઘાડા માથે જાય નહિ. માથે કેસરી રંગનો બીકાનેરી સાફો કે પાઘડી અવશ્ય હોય જ. તેઓ ચાલ્યા જતા હોય તો કોઈ મારવાડી વેપારી શેઠિયા જેવા લાગે. એમના ચહેરા ઉપર નિતાન્ત સ્વાભાવિકતા હોય. પોતાની વિદ્વત્તાની સભાનતા જરા પણ નહિ. કશો દેખાવ કરવાની વૃત્તિ નહિ. મોટાઈ બતાવવાનો ભાવ નહિ. એમને જોઈને કોઈ એમ કહે નહિ કે આ બહુ મોટા વિદ્વાન હશે. ઘણાં વર્ષો પહેલાં ખંભાતના જૈન સાહિત્ય સમારોહમાં તેઓ પ્રમુખસ્થાને હતા. તે પ્રસંગે તેઓ બોલવા ઊભા થયા ત્યારે કેટલાક સ્થાનિક આગેવાનો કે જેઓએ એમને પહેલાં ક્યારેય જોયેલા નહિ તેઓને આશ્ચર્ય થયું. ખંભાતના નગરપતિએ તો પોતાના વક્તવ્યમાં કહ્યું કે, “મેં તો ધાર્યું હતું કે આ કોઈ મારવાડી શેઠિયા છે, પણ તેઓ આવા મોટા પંડિત હશે એવી કલ્પના એમને જોઈને આવેલી નહિ.”
નાહટાજીને જેમ ઇતિહાસ અને સાહિત્યમાં રસ હતો તેમ તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મમાં રસ હતો. એમાં ખરતરગચ્છના દેવચંદ્રજી મહારાજના સ્તવનાદિનો પ્રભાવ ઘણો મોટો હતો. તદુપરાંત સમગ્ર નાહટા પરિવાર ઉપર પૂ. શ્રી ભદ્રમુનિ કે જેઓ પાછળથી પૂ. સહજાનંદઘનજીના નામે વધુ જાણીતા થયા હતા તેમનો પ્રભાવ બહુ રહ્યો. પૂ. શ્રી ભદ્રમુનિએ જ્યારે બિકાનેરમાં ચાતુર્માસ કરેલું ત્યારે શ્રી અગરચંદજી અને શ્રી ભંવરલાલજી તેમની પાસે નિયમિત જતા. શ્રી અગરચંદજીને તો પૂ. શ્રી ભદ્રમુનિ પાસે દીક્ષા લેવાના ભાવ થયા હતા.
કચ્છના શ્રી ભદ્રમુનિ ઉપર શ્રીમદ્ રાજચંદ્રનો ઘણો મોટો પ્રભાવ હતો. એટલે એ પ્રભાવ નાહટા પરિવાર પર પડ્યો હતો. પૂ. શ્રી ભદ્રમુનિ શ્રી અગરચંદજી પાસે શ્રીમદ્ રાજચંદ્રકૃત “અપૂર્વ અવસર વારંવાર ગવડાવતા. એમણે એ કંઠસ્થ કરી લીધેલું અને બુલંદ મધુર સ્વરે ગાતા. પૂ. શ્રી ભદ્રમુનિએ પાછલાં વર્ષોમાં સમુદાય છોડીને દક્ષિણમાં ઠંડીમાં સ્થિરવાસ કર્યો હતો અને પોતાનું નામ છોડી “સહજાનંદઘન' એવું નવું નામ રાખ્યું હતું. આથી નાહટા પરિવાર માટે હંપી તીર્થસમાન બની ગયું હતું. શ્રી ભંવરલાલજી ત્યાં નિયમિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org