________________
સાધુચરિત સ્વ. ચી. ન. પટેલ
૩૯૭ અન્યત્ર કેટલીક સંસ્થાના ઉપક્રમે એમણે એ વિષય પર વ્યાખ્યાનો પણ આપેલાં. તદુપરાંત “ટ્રેજેડી : જીવનમાં અને સાહિત્યમાં' એ વિષય પર એમણે આપેલાં વ્યાખ્યાનો ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રગટ થયેલાં છે.
શેક્સપિયર ઉપરાંત શેલી, કીટ્સ, વર્ડ્ઝવર્થ, ટેનિસન, બ્રાઉનિંગ, રૉબર્ટ બર્ન્સ વગેરે આંગ્લ કવિઓની કવિતા કૉલેજના વિદ્યાર્થીઓને ભણાવવાનું કાર્ય વર્ષો સુધી એમણે કર્યું હતું. એટલે એ કવિઓની અનેક પંક્તિઓ પણ એમને કંઠસ્થ હતી. વાતચીતમાં પ્રસંગ અનુસાર જયારે તેઓ આવી પંક્તિઓ ટાંકતા ત્યારે એમની સ્મૃતિ અને બહુશ્રુતતા માટે આદર ઊપજતો.
સંસ્કૃત ભાષામાં લખાયેલું વાલ્મીકિને રામાયણ એ પટેલ સાહેબના સ્વાધ્યાય-પરિશીલનનો એક મહત્ત્વનો ગ્રંથ જીવનભર રહ્યો હતો. એનો એમણે ગુજરાતીમાં ગદ્યસંક્ષેપ કર્યો હતો અને એ ગ્રંથસ્વરૂપે પ્રગટ થયો હતો. એ વિશે પોતાને જે કંઈ મૌલિક ચિંતન વ્યક્ત કરવા જેવું લાગ્યું તે એમણે આ ગ્રંથમાં વ્યક્ત કર્યું છે.
પટેલ સાહેબનું એક સૌથી વધુ યાદગાર અને મૂલ્યવાન કાર્ય તે Collected works of Mahatma Gandhi છે. પટેલ સાહેબે આ શ્રેણીના નેવું જેટલા ગ્રંથોમાં ગાંધીજીનાં લખાણોનાં અનુવાદ અને સંપાદનનું કાર્ય કર્યું છે. એ કાર્ય કરવા માટે તેઓ કુટુંબને અમદાવાદમાં રાખીને એકલા દિલ્હી જઈને રહ્યા હતા અને હાથે રસોઈ કરીને જમતા. પરંતુ એથી એમની તબિયત બગડતી ગઈ અને લોહીની ઊલટી થતી. એટલે ચાર વર્ષ દિલ્હી રહી તેઓ અમદાવાદ પાછા ફર્યા. અમદાવાદમાં રહીને કામ કરવાની સરકાર તરફથી એમને પરવાનગી આપવામાં આવી. આમ ૧૯૬૧થી ૧૯૮૫ સુધી અને ત્યારપછી પણ દિવસ-રાત પરિશ્રમ કરીને ગાંધીજીનાં સર્વ લખાણોનું વ્યવસ્થિત રીતે, કાલાનુક્રમે એમણે સંપાદન કર્યું છે, અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે અને સાથે સાથે પોતાની સંપાદકીય નોંધો પણ લખી છે. આ ભગીરથ કાર્ય કરવાને નિમિત્તે તેઓ ગાંધીજીના જીવન અને કવન વિશે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હતા અને એટલા જ માહિતગાર થયા હતા કે કયા વિષય પર ગાંધીજીએ ક્યાં, ક્યારે અને શું કહ્યું છે તે ચોકસાઈપૂર્વક કહી શકતા. ગાંધીજીના જીવનની કોઈ ઘટના વિશે કે ગાંધીજીના વક્તવ્ય વિશે જ્યારે કંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org