________________
સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ
૩૯૩
ભાષા બોલે તેવી રીતે તેઓ બોલતા. ઇંગ્લિશ ઉપર એમનું પ્રભુત્વ ઘણું સારું હતું. વળી આરંભના દિવસોમાં તો તેઓ ગુજરાતી બોલવામાં ૨ખેને ભૂલ થશે એવા ભયથી ગુજરાતી બોલવાનું ટાળતા. પરંતુ ગુજરાત કૉલેજ છોડી તેઓ અમદાવાદની એક કૉલજમાં આચાર્ય તરીકે જોડાયા ત્યારથી એમણે ગુજરાતીમાં બોલવાનું, ગુજરાતીમાં વ્યાખ્યાનો આપવાનું અને પછીથી તો ગુજરાતીમાં લખવાનું પણ ચાલુ કર્યું.
પ્રો. ચી. ના. પટેલનો જન્મ અસારવા-અમદાવાદમાં ૨૩મી ડિસેમ્બર ૧૯૧૮ના રોજ થયો હતો. ત્યારે અસારવા અમદાવાદનું પરું, એક જુદું નાનું ગામ હતું. એમની કડવા પાટીદારની જ્ઞાતિના રિવાજ પ્રમાણે ચાર વર્ષની બાળવયે એમનું લગ્ન થયું હતું. પટેલ સાહેબ ભણવામાં હોશિયાર અને ઘણા આગળ વધ્યા હતા. એમણે પોતે લખ્યું છે કે ‘દુનિયાની દૃષ્ટિએ મારું લગ્ન કજોડું ગણાય એવું હતું. મારી અને પત્નીની વચ્ચે શરીર, સ્વભાવ અને શિક્ષણ એ ત્રણે બાબતો અંગે મોટું અંતર હતું.' આવા સંજોગોમાં એમનાં સ્વજનો અને મિત્રોનો આગ્રહ હતો કે એમણે બીજાં લગ્ન કરી લેવાં જોઈએ. એ જમાનામાં એક પત્નીનો કાયદો નહોતો અને એક ઉપર બીજી પત્ની કરવાની બાબત ટીકાપાત્ર ગણાતી નહિ. એમ છતાં પટેલ સાહેબે ગાંધીજી, વિવેકાનંદ વગેરેના વિચારોના પ્રભાવના બળે બીજાં લગ્ન કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. તેમણે પોતાના લગ્નજીવનમાં સ્થિરતા અનુભવી હતી. એમણે લખ્યું છે કે ‘અમારું લગ્ન કજોડું કહેવાય, પણ શરૂઆતથી જ અમારા હૃદયમાં એકબીજા માટે પ્રેમનાં ઝરણાં ફૂટ્યાં હતાં.’
નાનપણથી જ પટેલ સાહેબને જાતજાતની વસ્તુઓ જોવા-જાણવાનો અને શીખવાનો રસ હતો. નાની વયમાં તેઓ તરતાં અને સાઇકલ ચલાવતાં શીખ્યા હતા. વળી તેમને ટેનિસ રમવાનું ગમતું, શાસ્ત્રીય સંગીતનો એમણે શોખ કેળવ્યો હતો અને એ જમાનામાં રોજ રાત્રે રેડિયો પર એક કલાક શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ આવતો તે તેઓ નિયમિત સાંભળતા. તેમણે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી એવાં અનેક ચલચિત્રો જોયાં હતાં. ‘શંકરાભરણ’ નામનું તેલુગુ ચચિત્ર એમણે છ વાર જોયું હતું.
પટેલ સાહેબની વિદ્યાર્થી અને અધ્યાપક તરીકે કારકિર્દી ઘણી તેજસ્વી હતી. એમના પિતા મામલતદાર તરીકે જ્યારે અંકલેશ્વરમાં હતા ત્યારે ત્યાંની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org