________________
૩૯૪
વંદનીય હૃદયસ્પર્શ હાઈસ્કૂલમાંથી તેઓ મેટ્રિકમાં પ્રથમ નંબરે આવ્યા હતા અને શાળા તરફથી એમના બહુમાન માટે મેળાવડો થયો હતો. મેટ્રિક પછી તેઓ અમદાવાદ વધુ અભ્યાસ માટે આવ્યા હતા. ૧૯૪૦માં બી.એ.માં તેઓ ઇંગ્લિશ અને સંસ્કૃતનો વિષય લઈ દ્વિતીય વર્ગમાં આવ્યા હતા. પણ એમ.એ.માં તેઓ પ્રથમ વર્ગમાં આવ્યા હતા. પરંતુ આર્થિક સંકડામણને લીધે તેમને પુરુષાર્થ ઘણો કરવો પડ્યો હતો. અધ્યાપક તરીકે કામ કરતાં પહેલાં તેઓ ટ્યૂશનો કરતા અને બીજા પ્રકીર્ણ કામો પણ કરતા. કરકસરથી ઘર ચલાવવામાં એમનાં પત્ની સવિતાબહેનનો પણ સારો સહકાર મળતો રહ્યો હતો. સવિતાબહેન ભલાં, ભોળાં, કોમળ હૃદયનાં સદાય હસમુખા હતાં. આર્થિક તકલીફ રહ્યા કરતી હતી છતાં એમણે ક્યારેય લાચારી અનુભવી નથી. પટેલ સાહેબે એમ.એ. થયા પછી પ્રારંભમાં ગુજરાત કૉલેજમાં ઇંગ્લિશ વિષયના અધ્યાપક તરીકે ઘણાં વર્ષ સુધી કાર્ય કર્યું હતું. ત્યાર પછી એક કૉલેજમાં આચાર્ય તરીકે, ત્યાર પછી સરદાર પટેલ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર તરીકે અને ત્યાર પછી દિલ્હીની “કલેટેડ વર્કસ ઑફ મહાત્મા ગાંધી'માં અનુવાદક અને સંપાદક તરીકે કાર્ય કર્યું હતું. નિવૃત્ત થયા પછી તેમણે અમદાવાદમાં આવીને શેષ જીવન સ્વાધ્યાય-લેખન વગેરેમાં પસાર કર્યું હતું.
ઠેઠ બાલ્યકાળથી પટેલ સાહેબની તબિયત સારી રહેતી નહોતી. વારંવાર તાવ, હરસ, આંતરડાંનો ક્ષય વગેરે બીમારીઓને કારણે તેઓ કેટલીયે વાર હૉસ્પિટલમાં જઈ આવ્યા હતા, પરંતુ તેમનું મનોબળ અદ્ભુત હતું અને જીવન જીવવામાં તેમનો રસ સક્રિય હતો. તેઓ સતત વાંચનમાં, અધ્યયનમાં અને લેખનકાર્યમાં જીવનના અંત સુધી પરોવાયેલા રહ્યા હતા. તેમનો જીવનરસ ક્યારેય સૂકાયો ન હતો.
મારી વિસ્મયકથા'માં એમણે લખ્યું છે, “વૃદ્ધાવસ્થાની નિર્બળતામાં હું પ્રમાણમાં માનસિક સ્વસ્થતા ભોગવું છું તેનું કારણ મારામાં સંકલ્પબળની વિશેષતા છે એવું નથી પણ મારામાં બાળક-સ્વભાવનું એક સારું લક્ષણ રહ્યું છે. હું બાળક જેવો છું અને ઘરડો થયો તો પણ એવો જ રહ્યો છું. બાળક પોતાના રસની વસ્તુને આગ્રહપૂર્વક વળગી રહેતું નથી. એક રમકડું ન મળે કે ખોવાઈ જાય કે ભાંગી જાય તો થોડી વાર રડે, પણ પછી બીજું મળે એટલે પહેલું ભૂલી જાય. મારા સ્વભાવમાં પણ એવું કંઈક છે. સમયના પ્રવાહની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org