________________
સ્વ. ભંવરલાલજી નાહટા
એ ભાષાઓ તે સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, અપભ્રંશ, રાજસ્થાની, ગુજરાતી, મરાઠી, હિંદી અને બંગાળી. વળી તેઓ આમાંની કોઈ પણ ભાષામાં શ્લોકબદ્ધ પદ્યરચના પણ કરી શકતા. અંગ્રેજી ભાષા વ્યવહાર પૂરતી એમને આવડતી. ભાષા ઉપરાંત બ્રાહ્મી, ખરોષ્ઠી, દેવનાગરી, જૈન દેવનાગરી, બંગાળી એમ વિવિધ લિપિઓના પણ તેઓ જાણકાર હતા. કિશોરવસ્થાથી જ હસ્તપ્રતો વાંચવાનો તેમને એવો સરસ મહાવરો થયો હતો કે ઝીણા અક્ષરે સળંગ શબ્દોમાં લખાયેલી હસ્તપ્રત પણ તેઓ ઝડપથી વાંચી
શકતા.
કોઈ જૂનો શિલાલેખ વાંચવો હોય તો નાહટાજીને વાર લાગતી નહિ. બ્રાહ્મી લિપિના અક્ષરો-શબ્દો પણ તેઓ તરત વાંચી શકતા. સિક્કા વગેરે પરનું લખાણ તેઓ ઉકેલી શકતા. પ્રાચીન સિક્કાઓ, મૂર્તિઓ, અન્ય શિલ્પાકૃતિઓ, ચિત્રો, હસ્તપ્રતો ઇત્યાદિ જોતાં જ તેઓ એની શૈલી, રચનાકાળ, અર્થ, રહસ્ય વગેરે સમજાવી શકતા.
૩૮૫
એક વખત શ્રી અગરચંદજી નાહટા પાસે એક પ્રાચીન હસ્તપ્રત આવી. પણ તેની લિપિ કોઈ ઉકેલી શકતું નહિ. એમણે ઘણા જાણકાર વિદ્વાનોને એ હસ્તપ્રત મોકલી. પણ કોઈ ઉકેલી શક્યું નહિ. છેવટે શ્રી ભંવરલાલજીએ એ કામ હાથમાં લીધું. તેઓ હસ્તપ્રતની બારાખડી મેળવવા લાગ્યા. એક એક અક્ષર મળતો જાય. એમ કરતાં કરતાં ઘણા પરિશ્રમને અંતે એમણે એ આખી હસ્તપ્રત વાંચી આપી હતી. કોઈ પણ લિપિ અથવા ગમે તેવા ખરાબ અક્ષરવાળું લખાણ ઉકેલવાની એમનામાં કોઠાસૂઝ હતી.
ઘણા વખત પહેલાં હિંદી સાહિત્યના ઇતિહાસમાં એવો મત વિદ્વાનોમાં પ્રવર્તતો હતો કે હિંદી સાહિત્યની પ્રથમ ગદ્યરચના તે જટમલ નાહરકૃત ‘ગોરા બાદલ'ની કથા છે. પરંતુ આ કૃતિ ક્યાંયથી મળતી નહોતી. શ્રી ભંવરલાલજીને થયું કે આ કૃતિની ભાળ મેળવવી જોઈએ. એની હસ્તપ્રત ક્યાંય હોય તો તેની શોધ કરવી જોઈએ. સામાન્ય રીતે રાજસ્થાનના કવિની કૃતિની હસ્તપ્રત રાજસ્થાનના કોઈ ભંડારોમાં હોવી જોઈએ, પણ ત્યાં મળી નહિ. એટલે નાહટાજીએ અન્ય પ્રાંતોમાં પણ તેની તપાસ આદરી. એમણે કલકત્તામાં સ્વ. પૂરણચંદજી નાહરને વાત કરી. પૂરણચંદજીનો સંગ્રહ પણ ઘણો મોટો હતો, પરંતુ એમાંથી કોઈ પ્રતિ મળી નહિ. ત્યાર પછી એમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org