________________
સ્વ. ભંવરલાલજી નાહટા
3८८ ચરિત્ર ચૌપાઈ'નું સંપાદન મેં કર્યું ત્યારે એમાં શ્રી ભંવરલાલજીની મુખ્ય સહાય હતી. ત્યાર પછી શ્રી ભંવરલાલજી સાથે “થાવસ્યાસુત રિષિ ચોપાઈ'નું સંપાદન મેં કર્યું હતું.
ખંભાત, રાજગૃહી, સમેતશિખર વગેરે સ્થળે જૈન સાહિત્ય સમારોહ નિમિત્તે કે જૈન ઇતિહાસ સંમેલન નિમિત્તે નાહટાજીને નિરાંતે મળવાનું થયું હતું. એક જ સ્થળે સાથે રહેવાનું હોય એટલે સાહિત્યગોષ્ઠી બરાબર જામતી. બીજા વિદ્વાનો અને સાહિત્યરસિક મિત્રો પણ જોડાયા હોય. એ વખતે શ્રી નાહટાજી પાસેથી એમના વિશાળ વાંચન અને અનુભવની ઘણી રસિક વાતો સાંભળવા મળતી. તેઓ એક બહુશ્રુત પંડિત છે એની સર્વને પ્રતીતિ થતી.
ભંવરલાલજી અચ્છા કવિ પણ હતા. તેમણે નાનીમોટી વિવિધ પ્રકારની રચનાઓ કરી છે. “ક્ષણિકા'માં થોડાક શબ્દોમાં નર્મમર્મયુક્ત કથન એમણે કર્યું છે. તેઓ શીઘ્રકવિ પણ હતા. પ્રસંગ કે પરિસ્થિતિ અનુસાર તેઓ તરત કાવ્યપંક્તિઓની રચના કરતા. કેટલીક પંક્તિઓ સ્વયમેવ એમને સ્ફરતી.
શ્રી નાહટાજીની સેવાઓ બિકાનેર, કલકત્તા, પાલિતાણા, દિલ્હી વગેરે સ્થળોની વિવિધ સંસ્થાઓને વિવિધ પ્રકારે મળતી રહી હતી. ધર્મ અને સાહિત્યના ક્ષેત્રે તેઓ જૈન ભવન, જૈન શ્વેતામ્બર સેવા સમિતિ, જૈન શ્વેતામ્બર પંચાયતી મંદિર, શંકરદાન નાહટા કલાભવન, અભય જૈન ગ્રંથાલય, જિનદત્તસૂરિ સેવાસંધ, ખરતરગચ્છ મહાસંઘ, રાજસ્થાની સાહિત્ય પરિષદ, દેવચંદ્ર ગ્રંથમાલા, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ (હંપી), શાર્દૂલ રાજસ્થાન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વગેરે ઘણી સંસ્થાઓમાં તેમણે હોદ્દેદાર તરીકે સેવા આપી હતી.
શ્રી નાહટાજી રાજસ્થાન છોડી બંગાળમાં વેપારાર્થે કલકત્તામાં જઈને વસ્યા, પરંતુ એમણે પોતાનો પહેરવેશ, પોતાની ભાષા અને પોતાના ધાર્મિક તથા સામાજિક સંસ્કાર ન છોડ્યાં. એમના પરિવારમાં એ જ રાજસ્થાનનું વાતાવરણ જોવા મળે.
શ્રી નાહટાજીની લેખનપ્રસાદી અનેક સામયિકોમાં પ્રસિદ્ધ થતી રહેતી એથી તેઓ ઘણા બધા વિદ્વાનોના સંપર્કમાં આવ્યા હતા. એ સમયના ધુરંધર વિદ્વાનો શ્રી રાહુલ સાંકૃત્યાયન, ડૉ. હજારીપ્રસાદ ત્રિવેદી, ડૉ. મોતીચંદ્ર, મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org