________________
૩૮૬
વંદનીય હૃદયસ્પર્શ કલકત્તાની રૉયલ એશિયાટિક સોસાયટીના ગ્રંથાલયમાં રહેલી હસ્તપ્રતો જોઈ અને સદ્ભાગ્યે ત્યાં રજિસ્ટરમાં જટમલજી નાહરકત “ગોરા બાદલની હસ્તપ્રતનો ઉલ્લેખ હતો. એટલે એમણે એ હસ્તપ્રત કઢાવી અને વાંચી ત્યારે ખબર પડી કે એ ગદ્યકૃતિ નથી પણ પદ્યકૃતિ છે. એ વિશે એમણે તરત લેખ લખ્યો અને “ગોરા બાદલ' વિશે હિંદી સાહિત્યમાં ચાલતી ભ્રાન્તિ દૂર થઈ.
એક ભાષામાંથી બીજી ભાષામાં કોઈ પણ કૃતિનો ગદ્યમાં કે પદ્યમાં અનુવાદ કરવો એ નાહટાજી માટે ડાબા હાથના ખેલ જેવું હતું. તેઓ મૂળ કૃતિ સાથે એવા તન્મય બની જતા કે પછી અનુવાદની એક પછી એક પંક્તિ અવતરવા લાગતી. એક વખત એમને “ભક્તામર સ્તોત્ર'નો હિંદીમાં પદ્યાનુવાદ કરવાનો ભાવ થયો. એ ભાવ એટલો ઉત્કટ હતો કે પછી એમનાથી રહેવાયું નહિ. રાત્રે તે પદ્યમાં અનુવાદ કરવા બેસી ગયા અને આખી રાત જાગી, સવાર થાય એ પહેલાં ૪૪ શ્લોકોનો હિંદીમાં પદ્યાનુવાદ કરી લીધો.
શ્રી નાહટાજીએ આવી રીતે “કલ્યાણમંદિર સ્તોત્ર', “રત્નાકર પચ્ચીસી વગેરે કેટલીક કૃતિઓનો પણ પદ્યમાં હિંદીમાં અનુવાદ કર્યો છે.
શ્રી નાહટાજીએ સેંકડો લેખો લખ્યા છે અને અનેક ગ્રંથો સંશોધિતસંપાદિત કર્યા છે. જયાં સુધી કાકા શ્રી અગરચંદજી વિદ્યમાન હતા ત્યાં સુધી એમણે ઘણુંખરું અગરચંદજીની સાથે સંશોધન-સંપાદનનું કાર્ય કર્યું હતું. જિનદત્તસૂરિ, જિનચંદ્રસૂરિ, જિનકુશલસૂરિ, સમયસુંદર વગેરે વિશે અને એમની કૃતિઓ વિશે એમણે સંશોધન-સંપાદન કર્યું છે.
તીર્થસ્થળો વિશે ઐતિહાસિક માહિતી એકત્ર કરવી એ નાહટાજીની એક પ્રિય પ્રવૃત્તિ હતી. એમણે કાંગડા, જાલોર, શ્રાવસ્તી, ક્ષત્રિયકુંડ, રાજગૃહી, વારાણસી, કાંડિત્યપુર, ચંપાપુરી વગેરે તીર્થો વિશે ગ્રંથો લખ્યા છે. ઠક્કર ફેરુ કૃત ‘દ્રવ્ય પરીક્ષા', બિકાનેર જૈન લેખસંગ્રહ, “વિવિધ તીર્થકલ્પ' ઇત્યાદિ ગ્રંથોમાં એમની ઐતિહાસિક દષ્ટિ જોઈ શકાય છે.
શ્રી નાહટાજી પત્રકાર પણ હતા. વિવિધ સામયિકોમાં લખવા ઉપરાંત તેઓ કુશલનિર્દેશ' નામનું એક હિંદી માસિક પત્ર ચલાવતા. એમાં તેઓ પોતાના લેખો પ્રકાશિત કરતા અને કેટલીક વાર પોતે જ વાંચ્યું હોય અને ગમ્યું હોય તેનો હિંદીમાં અનુવાદ કરીને કુશલનિર્દેશ'માં પ્રકાશિત કરતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org