________________
પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા
૩૪૧ વિચારસરણી’ એ વિષય પર પીએચ.ડી.ની ડિગ્રી માટે મહાનિબંધ લખ્યો. ત્યાર પછી તેઓ મુંબઈ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના વિભાગમાં અધ્યાપિકા તરીકે જોડાયાં. અહીં એમના વિભાગના ડૉ, આલુબહેન દસ્તુર સાથે ગાઢ પરિચય થયો. પછી તો આલુ બહેન અને ઉષાબહેન બંને ઘણી યુનિવર્સિટીઓની અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની સમિતિઓમાં સાથે જ હોય. યુનિવર્સિટીના ક્ષેત્રે ત્રણ દાયકા જેટલું એમનું અધ્યાપનકાર્ય બહુ સંગીન રહ્યું છે. મુંબઈ યુનિવર્સિટી ઉપરાંત અન્ય યુનિવર્સિટીઓમાં પણ તેઓ પીએચ.ડી.નાં માર્ગદર્શક તરીકે કાર્ય પતાં રહ્યાં હતાં.
મુંબઈ યુનિવર્સિટીમાં અધ્યાપિકા તરીકે જોડાયા પછી અમેરિકામાં અભ્યાસ કરવા માટે ૧૯૫૩-૫૪ની ફુલ બ્રાઈટ શિષ્યવૃત્તિ માટે તેમની પસંદગી થઈ હતી. તેમણે એ વર્ષોમાં અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.
ગાંધીજીની ભાવનાને ચુસ્તપણે અનુસરી અલ્પસંખ્ય વિદ્યમાન વ્યક્તિઓમાં ઉષાબહેન એક મુખ્ય ગણાય. તેમની ગાંધીસ્મારક નિધિના પ્રમુખપદે વરણી થઈ એ સર્વથા યોગ્ય જ થયું. તેઓ નિયમિત મણિભુવનમાં જઈ પોતાની સેવા આપતાં રહ્યાં. એમને પોતાને મનગમતું કાર્ય મળી ગયું.
એક મિશનરીની જેમ તેઓ આ કાર્ય કરતાં રહ્યાં. - ઉષાબહેનના ઘરમાં શુદ્ધ ગુજરાતી ભાષાનું વાતાવરણ. એમના વડીલ બંધુ ડૉ. ચંદ્રકાન્તભાઈ ગુજરાતી વિષયના અધ્યાપક. એટલે શુદ્ધ સંસ્કારી ગુજરાતીમાં બોલવું, લખવું એમના કુટુંબ માટે સહજ, ઉષાબહેન રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના કાર્યમાં જોડાયેલાં. હિંદીમાં કોવિદની પરીક્ષા પ્રથમ નંબરે પસાર કરેલી. એટલે હિંદી ઉપર પણ એમનું એટલું જ પ્રભુત્વ. હિંદી સાહિત્યના વાંચનનો એમને શોખ પણ ખરો. વળી વિલસન કૉલેજ અને યુનિવર્સિટીમાં અધ્યાપિકા તરીકે અંગ્રેજીમાં વર્ગો લેવાના. એટલે ઇંગ્લિશ ભાષા પર એમનું એટલું જ પ્રભુત્વ, આમ લેખનકાર્ય કરવા માટે તથા વ્યાખ્યાન આપવા માટેનું ત્રણ ભાષા ઉપર પ્રભુત્વ બહુ ઓછી વ્યક્તિઓમાં જોવા મળે. ઉષાબહેન જરા પણ આયાસ વિના, સહજ રીતે આ ત્રણે ભાષામાં બોલતાં લખતાં રહ્યાં છે એ એમના ભાષા-સામર્થ્યની પ્રતીતિ કરાવે છે.
પહેરવેશ, ખાનપાન, રહેણીકરણીમાં સાદાઈ અને સ્વભાવમાં સરળતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org